Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તંત્ર જલ્દી એક્ટિવ થતાં વધુ મોત અટક્યા છે, આ મુદ્દે રાજકારણ કરવાનો અમારો ઈરાદો નથી- જીતુ વાઘાણી

06:25 PM Apr 22, 2023 | Vipul Pandya

આજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયાં છે. જ્યારે 12થી વધુ લોકો સારવાર લઇ રહ્યાં છે. જેમાં 8 દર્દીઓની હાલત ગંભીર છે. આ  મુદ્દે સરકાર તરફથી તાબડતોડ કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં 14 આરોપીઓની ધરપકડ થઇ છે. જેમાં આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તો બીજી તરફ શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી તેમજ રાજ્ય આરોગ્યમંત્રી પૂર્ણેશ મોદી ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. સાથે અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી.  તેમજ મીડિયા સાથે વાતચીત કરી હતી. 
  
સરકારે 3 સભ્યોની હાઈ પાવર કમિટીની જાહેરાત કરી 
ભાજપ પ્રવકતા જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,  રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મુદ્દે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની બાંહેધરી આપું છું,  જો કે આ મુદ્દે  એફ.એસ.એલનો રિપોર્ટ આવ્યા પછી જ તમામ હકીકત સ્પષ્ટ થશે. સાથે જ તેમણે તમામ ગ્રામજનોને  કોઇ પણ તકલીફ જણાય તો તુરંત હોસ્પિટલ જવાની અપીલ કરી છે. સાથે જ સરકારે 3 સભ્યોની હાઈ પાવર કમિટીની જાહેરાત પણ કરી છે, તંત્ર આટલું જલ્દી એક્ટિવ થયું એટલે વધુ મોત અટક્યા છે. આ વિષયમાં રાજકારણ કરવાનો અમારો ઈરાદો નથી કે આ સમય પણ રાજકારણ કરવાનો નથી. તાપસ કમિટી  3 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.  સરકાર કોઈને બક્ષવા માંગતી નથી.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આરોપી જયેશ ની સાથે અન્ય 3 લોકોની ધરપકડ કરી બોટાદ પોલીસને સોંપશે
બરવાળામાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં  મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી છે. સાથે જ અન્ય 14 આરોપીઓની પણ ઘરપકડ કરાઇ છે. જયેશ 4 વર્ષ થી એમોસ કોર્પોરેશનમાં કામ કરતો હતો. જે ઇન્ચાર્જ તરીકે ફીનાર કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ કેમિકલને બેરલ માંથી કાઢી બોટલમાં ભરવાનું જોબવર્ક કરતો હતો તેણે અત્યાર સુધીમાં છેલ્લા 3 કે 4 મહિનાથી 3 બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજયને પહોચાડ્યું હતું. ગઇ 22 ના રોજ જ્યેશ પોતાના મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષા લઈ આવી દિનેશ નામના સાગરીત સાથે મળી રવાના થયો હતો. આરોપી જયેશ અને દિનેશે કમોડ, ધોળકા, બગોદરા, ધંધુકા થઈ ભલગામડા ગામ પાસેની કેનાલ પર સંજયને બોલાવી બોલેરો ગાડીમાં કેમીકલ મુકાવ્યું હતું. સાથે જ આરોપી જ્યેશે સંજય પાસે થી 600 લીટર મિથેનોલના 40 હજાર  અને 1500 રૂપિયા ભાડાના લીધા હતા.
 Alcohol poisonings , politicize this issue , Jitu Vaghani, press, botad, lathakand, Ahmedabad crime branch, 31 people have died, 12 people are receiving treatment,  8 patients is critical.