Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો આજના તાજા ભાવ

07:28 PM Apr 17, 2023 | Vipul Pandya

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેર બજાર અને સોના ચાંદી તથા ક્રૂડના ભાવ પર ભારે અસર પડી છે . યુદ્ધના બીજા દિવસે આજે શુક્રવારે MCX પર 24 કેરેટ સોનાનો 10 ગ્રામ 648 રૂપિયા ઘટ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત આજે 50,895 રૂપિયા છે. બીજી તરફ ચાંદીની વાત કરવમાં આવે તો  તેની કિંમતમાં 1,418 રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે  શુક્રવારે 1 કિલો ચાંદીની કિંમત 64,613 રૂપિયા છે. 
લોકો પોતાના પૈસા સોના અને ચાંદીમાં રોકાણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો સોના અને ચાંદીમાં નાણાં રોકાણને વધુ સારા વિકલ્પ તરીકે જુએ છે. 
સોના પર લખવામાં આવેલા આંક શું છે? 
24 કેરેટના સોના પર 999 લખ્યું હોઈ છે જયારે 23 કેરેટના સોના પર 958 લખ્યું હોઈ છે જયારે 22 કેરેટના સોના પર 916 લખ્યું હોતું હોઈ છે. 21 કેરેટના સોના પર 875 અને 18 કેરેટના સોના પર 750 લખવામાં આવે છે.