Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાંચ બાળકો ડૂબવાની ઘટનાનો પડઘો, બોટાદના કૃષ્ણસાગર તળાવ ફરતે સુરક્ષા વધારાઇ

06:13 PM May 21, 2023 | Vishal Dave

બોટાદ ના કૃષ્ણસાગર તળાવમાં એક અઠવાડિયા પહેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થતા નગરપાલિકા દ્વારા તળાવ ફરતે 12 જેટલાચેતવણી બોર્ડ મુકવામાં આવ્યો તેમજ બે જી.આર.ડી જવાનો અને પેટ્રોલીગ કરતું ફાઇર બુલેટ મુકવામાં આવ્યું.બોટાદ શહેરના કૃષ્ણસાગરતળાવમાં ૧૩ મેં ૨૦૨૩ના રોજ સાળંગપુર રોડ ઉપર રહેતા 5 સગીર બાળકો નાહવા પડેલ અને તેમના ડૂબી જવાથી મોત થયા હતા. એક સાથે પાચ બાળકોના મોત થતા વહીવટીતંત્ર પણ દોડતું થતું હતું .

આ બનાવને પગલે બોટાદ કલેકટર જિન્સી રોઈ ,પ્રાત અધિકારી દીપક સતાણી અને નગરપાલિકા ના ચીફ ઓફિસર અહિયાં નિરીક્ષણ માટે અહીંયા રૂબરૂ મુલાકાત લેવા માટે આવ્યા હતા. અને અને ફરીવાર આવી ઘટના ને બને અને કોઈ અહીંયા નાહવા ન આવે તે માટે કલેકટર દ્વારા નગરપાલિકા અધિકારીઓને જરૂરી પગલાં લેવા જણાવેલ જેને લઈ બોટાદ નગરપાલિકા દ્વારા કૃષ્ણસાગર તળાવ ફરતે 12 જેટલા ચેતવણી ના સાઈન બોર્ડ મુકવામાં આવેલ છે.તેમજ જી.આર.ડીના બે જવાનો અહીંયા સ્ટેન્ડ બાઈ મુકવામાં આવ્યા છે.તેમજ ફાયર બુલેટ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ જે જેમાં ફાઇર વિભાગના બે કર્મચારીઓ અહીંયા હાજર રહેશે અને બુલેટ પેટ્રોલીગ કરતા હોઈ છે.

બોટાદ શહેરમાં આવેલ કુષ્ણસાગર તળાવ શહેરનું એક માત્ર તળાવ છે.હાલ સૌની યોજના અર્તગત તળાવમાં પાણી છોડવામાં આવેલ છે અને તળાવ ભરવામાં આવેલ છે .હાલ ઉનાળો હોઈ એટલે ગરમીના કારણે અહિયાં નાહવા માટે લોકો આવતા હોઈ છે પરતું તળાવમાં અનેક જગ્યાએ ઉડા ખાડાઓ છે જેના કારણે ડૂબવાની ઘટનાઓ બનતી હોઈ છે .

 

પાચ બાળકો જે નાહવા પડ્યા હતા તેમાંથી કોઈને તરતા ન આવડતું હતું જેના લીધે તમામના ડૂબી જવાથી મોત થયા છે .આની પહેલા પણ બોટાદ ના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર બાળકો નાહવા પડ્યા હતા અને તે ચારેય બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા .