+

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડના છોડાવ્યા છક્કા, ફટકારી શાનદાર સદી

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગમાં શુભમન ગીલે ન્યૂઝીલેન્ડના તમામ બોલરોના છક્કા છોડાવી દીધા છે. તેણે 54 બોલમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. ગિલની આ છઠ્ઠી T20 ઈન્ટરનેશનલ મેચ છે, જેમાં તેની આ à
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગમાં શુભમન ગીલે ન્યૂઝીલેન્ડના તમામ બોલરોના છક્કા છોડાવી દીધા છે. તેણે 54 બોલમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. ગિલની આ છઠ્ઠી T20 ઈન્ટરનેશનલ મેચ છે, જેમાં તેની આ સર્વશ્રેષ્ઠ ઈનિંગ છે. આ પહેલા તેની સર્વશ્રેષ્ઠ ઈનિંગ 46 રનની હતી.
ઈશાન ફેઈલ, ગિલે બતાવ્યો શાનદાર ખેલ
ભારતને પહેલો ફટકો ઈશાન કિશનના રૂપમાં શરૂઆતમાં લાગ્યો હતો, પરંતુ તે પછી પાવરપ્લેમાં શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ જોરદાર રમત બતાવી હતી. પાવરપ્લેમાં ભારતે 1 વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠી 44 રનની ધમાકેદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. સૂર્યાએ પણ ઝડપી ઇનિંગ્સ રમી હતી. વળી, શુભમન ગિલે તેની T20I કારકિર્દીની પ્રથમ સદી બનાવી. આ દરમિયાન ગિલના બેટથી સતત રન નિકળી રહ્યા હતા. તેણે મેદાનની ચારે દિશામાં રન ફટકાર્યા હતા. આ દરમિયાન ગિલ માટે ચોક્કા અને છક્કા મારવા જાણે આસાન બની ગયા હોય તેેવું દેખાઇ રહ્યું હતું.

ભારતનો પાંચમો ખેલાડી બન્યો
શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભારતીય ટીમનો પાંચમો ખેલાડી બની ગયો છે. શુભમન ગિલ પહેલા સુરેશ રૈના, રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી છે. શુભમન ગિલ આ યાદીમાં સૌથી યુવા ખેલાડી છે, જેણે આ સિદ્ધિ મેળવી છે. હાલમાં તેની ઉંમર 23 વર્ષની છે.
ભારત માટે રેકોર્ડ બનાવ્યો
શુભમન ગિલ ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલી અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. શુભમન ગિલ 63 બોલમાં 126 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેના પહેલા વિરાટ કોહલીએ ભારત માટે T20I ક્રિકેટમાં 122 અને રોહિતે 118 રન બનાવ્યા છે.

ગિલે ન્યૂઝીલેન્ડના બોલરો પર કર્યો હુમલો 
શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી, જ્યારે બીજી મેચમાં તેણે અણનમ 44 રન બનાવ્યા હતા. તેણે શ્રેણીની અંતિમ મેચમાં સદી ફટકારી હતી અને ત્રણ મેચની ODI શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર તે પ્રથમ ભારતીય બેટ્સમેન હતો. તેણે બાબર આઝમની સરખામણી પણ કરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter