+

શુભમન ગિલની તોફાની બેવડી સદી, ભારતે ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે. તે જ સમયે, ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીત્યો છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 249ના સ્કોર સુધી ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે.ગિલે વનડà«

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં છે. તે જ સમયે, ટોમ લાથમ ન્યુઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીત્યો છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 249ના સ્કોર સુધી ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે.

ગિલે વનડેમાં પૂરા કર્યા 1 હજાર રન
હૈદરાબાદના મેદાન પર ગિલનો જલવો જોવા મળ્યો હતો. ગિલે પોતાની ઈનિંગ દરમિયાન વિરાટ કોહલી અને શિખર ધવનનો રેકોર્ડ તોડી દીધો. ભારત તરફથી વનડે આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 1000 રન પૂરો કરનાર બેટર ગિલ છે. તેની પહેલા આ રેકોર્ડ વિરાટ અને ધવનના નામે હતો. આ બંનેએ 24-24 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે ગિલે 19મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવી દીધો છે. 

વનડે આંતરરાષ્ટ્રીયમાં ફખર ઝમાનના નામે સૌથી ઝડપી 1 હજાર રન કરવાનો રેકોર્ડ છે. ઝમાને 18 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ગિલે પાકિસ્તાનના એક અન્ય બેટર ઇમામ ઉલ હકની બરોબરી કરી છે, જેણે 19 ઈનિંગમાં 1000 રન પૂરા કર્યા હતા. ગિલે વિવ રિચર્ડ્સ, કેવિન પીટરસન, જોનાથન ટ્રોટ, ડિકોક, બાબર આઝમ જેવા દિગ્ગજોને આ લિસ્ટમાં પાછળ છોડી દીધા છે. 

વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે નિરાશ કર્યા

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 38 બોલમાં 34 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જોકે, વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે અનુક્રમે 8, 5 અને 31 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 28 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જોકે, ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ મેચ જીતવા માટે 350 રનની જરૂર છે.

બીજી તરફ ન્યુઝીલેન્ડના બોલરોની વાત કરીએ તો ડેરી મિશેલ અને હેનરી શિપલીને 2-2 સફળતા મળી હતી

બીજી તરફ ન્યુઝીલેન્ડના બોલરોની વાત કરીએ તો ડેરી મિશેલ અને હેનરી શિપલીને 2-2 સફળતા મળી હતી. જ્યારે આ સિવાય લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર અને મિશેલ સેન્ટનરને 1-1 સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે છેલ્લી સિરીઝમાં શ્રીલંકાને ક્લીન આઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 3-0થી હરાવ્યું. જ્યારે ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે પાકિસ્તાનને 2-1થી હરાવીને શ્રેણી જીતી હતી. જો કે બંને ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. જો કે આ સીરીઝમાં કઈ ટીમ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 3 વન-ડેની શ્રેણી બાદ T20 મેચોની શ્રેણી રમશે.

આપણ  વાંચો- શુભમને ફરી બેટિંગમાં કર્યો કમાલ, સતત બીજી વનડેમાં સદી ફટકારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter