+

દીકરાને રસોઈ બનાવતા આવડવી જોઈએ?

આ અને આવા અનેક સવાલો સાથે એકમેકનાં મન સુધીમાં કેટલીક વાતો માંડી હતી. તેના રિપ્લાયમાં ઘણાં જવાબો, વાતો, દલીલો અને વધુ સવાલો આવ્યા. ઘણાં વાચકોને રસોઈ અને સ્ત્રી બંને સાથે જ જોવાય છે એવું લાગ્યું તો એકાદ પ્રતિભાવ એવો પણ આવ્યો કે, ખપ પૂરતું જમવાનું બનાવતાં આવડવું જ જોઈએ. એ પછી દીકરો હોય કે દીકરી.  આજના દિવસોની વાત કરીએ તો આ વાત ખરેખર સાચી છે. જમવાનું બનાવતાં આવડતું હોય તો બધી વસ્તુઓ હાજર à
આ અને આવા અનેક સવાલો સાથે એકમેકનાં મન સુધીમાં કેટલીક વાતો માંડી હતી. તેના રિપ્લાયમાં ઘણાં જવાબો, વાતો, દલીલો અને વધુ સવાલો આવ્યા. ઘણાં વાચકોને રસોઈ અને સ્ત્રી બંને સાથે જ જોવાય છે એવું લાગ્યું તો એકાદ પ્રતિભાવ એવો પણ આવ્યો કે, ખપ પૂરતું જમવાનું બનાવતાં આવડવું જ જોઈએ. એ પછી દીકરો હોય કે દીકરી.  
આજના દિવસોની વાત કરીએ તો આ વાત ખરેખર સાચી છે. જમવાનું બનાવતાં આવડતું હોય તો બધી વસ્તુઓ હાજર હોય અને કોઈ રસ્તો ન હોય તો અઘરું ન પડે. એટલીસ્ટ ભૂખ્યા રહેવાનો વારો ન આવે. બહારનું ભોજન એક-બે દિવસ કે અઠવાડિયું ફાવે. રોજેરોજ તો ન જ ફાવે કે ન ભાવે. મને તો રસોઈ બનાવતાં ન આવડે એવું કહીને ખભા ઉલાળીને વ્યક્ત થવું અલગ વસ્તુ છે અને મને જરુર પડે ત્યારે હું મારા પૂરતું બનાવી લઉં છું એ તદન ભિન્ન વાત છે.  
રસોઈ એટલે સ્ત્રી જ એવો ઈજારો હવે નથી રહ્યો. ઘણાં ઘરોમાં દીકરાઓ પણ રસોઈમાં રુચિ બતાવે છે. પુુરુષોનું રસોડામાં જવું આપણે ત્યાં બહુ સહજ અને સ્વીકાર્ય નથી. આજે પણ મોટાભાગના પરિવારોમાં પાણી ગ્લાસ પણ જાતે ભરીને પીવાનું એમ દીકરાને કે પુરુષને શીખવવામાં નથી આવતું. રસોઈની વાતને લાગેવળગે છે ત્યાં સુધી હવે ઘણાં યુવાનો વિદેશ ભણવા જવા માંડ્યા છે. ત્યાં જઈને રોજેરોજ મોંઘુંદાટ ખાવું એ કરતાં જરુર પૂરતું જાતે શીખી લેવું એવું સમજવા માંડ્યા છે. તેની સામે ઘણી સ્ત્રીઓ પોતાને પિયર જવાનું માંડી વાળે છે અથવા તો ટૂંકું રોકાણ કરે છે કેમકે પતિને જમવામાં તકલીફ થાય. પતિની કૂક બનવામાં આવી સ્ત્રીઓને ખાસ કોઈ વાંધો નથી હોતો. હશે એ એમની મરજીની વાત છે. સ્વીકારાયેલા બંધન સામે કોઈ દિવસ ક્યારેય ફરિયાદ ન હોય શકે.  
પરંતુ, હકીકત એ છે કે, પત્ની કામ કરતી હોય કે ન કરતી હોય. પત્ની ઘરમાં હાજર હોય કે ન હોય. કેટલીક બેઝિક રસોઈ પુરુષોને કે યુવાનોને શીખવવી જ જોઈએ. કદાચ પરણીને વર્ષો વીતી ગયા હોય એવા પતિ માટે આ રીતે ડાયવર્ટ થવું અઘરું હશે. પણ એવી કેટલીય માતાઓ પોતાની આવનારી પેઢીને કંઈક વધુ શીખવી શકે એમ છે. દીકરાને થોડીક વાર કીચનમાં મદદ કરવા માટે બોલાવીને તેને ખીચડી, પુલાવ કે દાળ-ભાત બનાવતાં શીખવવામાં કંઈ ખોટું નથી. રોટલી બનાવવી અઘરી છે તો રોટલી વણવાનું મશીન અથવા તો ભાખરી બનાવવાનું મશીન બેસ્ટ ઓપ્શન છે. સવાલ અહીં આવડવા કે નહીં આવડવા કરતાં ભૂખ્યા રહેવાનો કે બહારનું વધુ પડતું ખાવાનું ટાળવાનો છે.  
ક્યાંય પણ રહેતો દીકરો ક્યારેય પણ માતાને ફોન કરશે એટલે દરેક માતાનો સર્વસામાન્ય એક જ સવાલ હોય છે કે, બેટા તું જમ્યો? તે કંઈ ખાધું? ઘરે આવે એટલે દરેક માતા કે પત્નીને પોતાની સાથે કોઈપણ સંબંધથી જોડાયેલા પુરુષને ખવડાવવાની સૌથી વધુ ચિંતા હોય છે. આ મેન્ટાલિટી એમ દૂર થવાની નથી. સાથોસાથ એ હકીકત છે કે, આ માન્યતા દૂર કરવાનું ઘરની સ્ત્રીના હાથમાં જ છે. ઘરના લોકો થોડીવાર વાતો કરશે, ટીકા કરશે પરંતુ. સરવાળે એ દીકરા માટે સારું જ છે.  
રસોઈ બનાવવી એક આર્ટ છે. આ વાત સાચી પણ બેતાલીસ- પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં રસોડામાં લાંબો સમય રહેવું એ ભલભલી આર્ટને ભુલાવી દે એવું હોય છે. ઘણી વખત તો એવું લાગે કે, આ પ્રકારનો અહેસાસ પણ આપણી સાથે જોડાયેલા વ્યક્તિને થવો જરુરી છે. એકસાથે રસોડામાં અનેક કામ પાર પાડતી વખતે કેટલી ચીવટ રાખવી પડે છે એ સમજ પણ કંઈ એમ જ નથી આવતી હોતી. જેમ ઓફિસના કામમાં એક રિધમ હોય છે એમ રસોઈ બનાવાવની પણ એક રિધમ હોય છે. જો એવું ન હોય તો પછી એકસરખી વસ્તુઓ, મસાલાઓ પર દરેક વ્યક્તિનો હાથ પડે ત્યારે એકસરખી  વાનગીનો અલગ અલગ ટેસ્ટ કેમ આવે છે?  
કોઈની ટીકા કરવાની વાત નથી પણ ઘરની સ્ત્રી પાકશાસ્ત્રમાં નિપુણ હોવી જોઈએ એવું માનનારો વર્ગ પણ ઓછો નથી. ઘણી વખત જમવાનું તૈયાર ભાણું હોય પણ એમાં કંઈ કમી હોય તો આસાનીથી એ ખોંચરા નીકળવા માંડે છે. ત્યારે એક જ વાત કહેવાનું મન થાય કે, એક વખત કીચનમાં જઈને જરા તૈયારી કરો, કે રાંધો તો ખરાં! પછી ટીકા કરજો. સમય બદલાઈ રહ્યો છે. પણ બહુ થોડાં પરિવારોમાં જ આ કંઈક બદલાવ આવી રહ્યો છે. જો સમૂળગો બદલાવ લાવવો હોય તો દીકરો-દીકરી બંને સાથે હોય ત્યારે બંનેને સરખી રીતે શીખવવાની કોશિશ થવી જોઈએ. હા, દીકરીમાં કેટલીક સહજ વાત સરળતાથી આવી જશે. પણ દીકરાને ક્યાંય હેરાન ન થવા દેવો હોય તો એને રસોઈ વિશે બેઝિક જ્ઞાન હોવું જરુરી છે. બહારનું ખાઈ લેશું, સ્વીગી અને ઝોમેટો આપણાં માટે જ છે, મિત્રોને ત્યાંથી મેનેજ થઈ જશે આવું બધું લાંબો સમય ન ચાલે. માનો કે ચલાવવું હોય તો પછી તબિયતનો ભોગ પણ એટલો જ લાગવાનો છે. સરવાળે બધું ફાયદાકારક હોય તો શીખી લેવામાં શું ખાટુંમોળું થઈ જવાનું છે?
 
Whatsapp share
facebook twitter