Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભુજમાં વેલેન્ટાઈન ડે નજીક આવતાની સાથે ખરીદી, 14 ફ્રેબૂઆરીના ઠેર ઠેર પાર્ટીનું આયોજન

01:33 PM Apr 18, 2023 | Vipul Pandya

વેલેન્ટાઈન ડે આવતાની સાથે કચ્છની બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેલેન્ટાઈન ડે ને લઈને  શહેરના રેસ્ટોરંટ અને વિવિધ સ્થળોએ હાથમાં ફૂલ અને ગિફ્ટ લઈને નીકળતા યુવાનોની ભીડ જોવા મળે, દરેક ગલીના નાકે આતુરતાપૂર્વક કોઈની રાહ જોતા છોકરા-છોકરીઓ. આ દ્રશ્ય હોય છે વેલેંટાઈનના દિવસે એટલે કે પ્રેમનો એકરાર કરવાના દિવસે આ દિવસે શહેરમાં જુદુ જ દ્રશ્ય જોવા મળે છે.
વેલેંટાઈન દિવસ એટલે કે સામેવાળી વ્યક્તિ પ્રત્યે પોતાની પ્રેમની લાગણીને વ્યક્ત કરવાનો દિવસ ખાસ કરીને યુવાનો આ દિવસની ખૂબ આતુરતાપુર્વક રાહ જોતા હોય છે. યુવાનો માને છે કે આ દિવસે તમે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારા દિલની વાત કહી શકો છો. તો આવો આ વેલેંટાઈન દિવસનો  ઈતિહાસ પણ તમને જણાવી દઈએ.

કેમ મનાવવામાં આવે છે વેલેન્ટાઈન
આ દિવસની શરૂઆત થઈ પ્રેમને ખાતર પોતાની બલિ ચઢાવનારા એક પાદરી સેંટ વેલેંટાઈન થી કહેવાય છે કે ઈ. સ. 269 રોમમાં રાજ કલોડીસનું શાસન ચાલતું હતું. તેને નવા નવા પ્રદેશો જીતવાની ખુબ જ આકાંક્ષા હતી કે તેથી તેણે દરેક યુવાનને લશ્કરમાં જોડાવવાની હાકલ કરી. પરંતુ પ્રેમી અને લગ્ન કરેલા યુવકો લશ્કરમાં જોડાતા નહોતા. તેથી તેણે લગ્નપ્રથા પર રોક લગાવી દિધી. રાજાના આ નિર્ણયથી રોમવાસીઓ પર તો જાણે આભ તુટી પડ્યું. રાજાના આ અત્યાચાર અને સમાજ વિરોઘી કાયદાઓને જોઈને વેલેન્ટાઈન નામના પાદરીનું હૃદય દ્રવી ઉઠ્યું.
તેણે રાજાના આ કાયદાની અવગણના કરીને બે દીલને એક કરવાનું કાર્ય ચાલુ રાખ્યું. ધીમે ધીમે વેલેન્ટાઈન પાસે લગ્નગ્રંથીથી જોડાવા માટે હજારો યુગલોની સંખ્યા આવવા માંડી અને લોકો તેમને પ્રેમીઓના દેવદુત સમજવા લાગ્યા. પરંતુ આ વાતની જાણ રાજાને થઈ ગઈ અને તેણે પાદરી જેલમાં ધકેલી દીધો. એવું કહેવાય છે કે 14મી ફેબ્રુઆરી 270ના રોજ તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો અને તેમને સેન્ટ પ્રેકસંડીસ ચર્ચના કબ્રસ્તાનમાં દફનાવી દેવાયા. ત્યારથી પ્રેમીઓ આ પ્રેમના ફરીશ્તા વેલેન્ટાઈનના બલીદાનના માનમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરે છે.

શું વેલેન્ટાઈનની પરિભાષા બદલાઈ
પરંતુ આ પ્રેમના દિવસને આજના યુવાનોએ ફક્ત પ્રેમનો એકરાર કરવાનો દિવસ સુધી સીમિત કરી દીધો છે. આજના યુવાનોને માટે વેલેંટાઈન દિવસ એટલે કે માત્ર એવો દિવસ કે તેઓ ગિફ્ટ આપી શકે, અને લઈ શકે, અને અહીં-તહીં ફરી શકે. એક બીજાને ભેટ આપીને યુવાનોની આ મિત્રતા કદાચ જ તેમના બીજા વેલેંટાઈન દિવસ સુધી ટકી શકતી હોય છે. તેમને કોઈ એકબીજા સાથે સાચો પ્રેમ નથી હોતો. બસ આજકાલ સ્ટેટસ ખાતર લોકો પાસે ગર્લફ્રેંડ કે બોયફ્રેંડ હોવા જરૂરી થઈ ગયાં છે જેથી તેઓ તેમને વેલેંટાઈનના દિવસે ભેટ આપી શકે કે સાથે ફરી શકે, બીજા વેલેંટાઈનના દિવસે તેમને બીજો સાથી મળી જાય છે. આ તે કેવો પ્રેમ ?
જે એક વર્ષ પણ નથી ટકી શકતો તો એક જનમ કેવી રીતે ટકશે ? આજના યુવાનોએ તો પ્રેમની પરિભાષાને જ બદલી નાખી છે અને આ દેન છે પાશ્ચાત્ય સંસ્કૃતિની. પરંતુ આપણે જ્યારે આજે તેને અપનાવી ચૂક્યા છે તો પછી કેમ તેને સાચા અર્થમાં કેમ ન અપનાવીએ? પ્રેમનો કોઈ જ વિરોધ નથી કરતું વિરોધ કરે છે પ્રેમ કરવાની રીતનો. તો પછી આવો આજે તમે પણ તમારા સાથીને તમારા સાચા પ્રેમ વિશે બતાવી દો… જે ફક્ત એક વર્ષ માટેનો નથી પણ છે જનમોજનમ માટેનો છે. ભુજના વેપારી હેમેન શાહના જણાવ્યા પ્રમાણે વેલેન્ટાઈન ડે 14 ફ્રેબ્રુઆરીના મનાવવામાં છે.

ઉજવણી માટે અનેક આયોજનો
યુવાઓ એક સપ્તાહ પૂર્વથી વિવિધ ડે મનાવે છે,જેમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે, મનાવાય છે છેલ્લા પાંચ વર્ષથી કચ્છમાં વેલેન્ટાઈન ડે ની ખરીદીનો ક્રેઝ વધી જવા પામ્યો છે.ગિફ્ટ આર્ટિકલની શોપમાં ડ્રિમ કેચર,ચોકલેટ બુકે,હાર્ટ શેપ ટેડીજ,હાર્ટ શેપ પીલોજ,લવ મીટર, રાઉન્ડિંગ ગ્લોબ,કપલ લાઇટિંગ સ્ટેચ્યુ,કપલ મગ,તેમજ ફુલોમાં લીલીયમ,કારનેશન,ઓરકિટ, બાર્કેટની ડિમાન્ડ જોવા મળે છે  કલરફુલ બુકેનું ચલણ વધી જવા પામ્યું છે. ભુજ,અંજાર,ગાંધીધામ,મુન્દ્રા,માંડવીની બજારોમાં એક સપ્તાહ પૂર્વથી જ ગિફ્ટ આર્ટિકલની શોપમાં યુવાઓ ખરીદી કરતા નજરે પડે છે વેલેન્ટાઈન ડે નિમિતે મોટા ભાગની હોટેલ રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઈટ ડિનર,ડાન્સ પાર્ટીના આયોજનો પણ ગોઠવાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.