Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રમુખ સ્વામી નગરમાં પગરખા સેવા, અહીં કોઇના પણ પગરખા તૂટી જાય ફ્રીમાં સીવી આપવામાં આવે છે

12:55 AM Apr 23, 2023 | Vipul Pandya

અમદાવાદ ખાતે છેલ્લા 17 દિવસથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે… આ ઉજવણીમાં સેવા આપવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો અહીં આવીને અમૂલ્ય સેવા આપી રહ્યા છે… આ સ્વયંસેવકો ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાંથી અહીં આવી સેવા કરી રહ્યા છે. 
સેવા સમયમાં તેમનો સમય ન વેડફાય તે માટે નાની નાની બાબતોને ધ્યાને લેવામાં આવી છે…. આવી જ એક સેવા અહીં શરૂ કરવામાં આવી છે. જેનું નામ છે પગરખાં સેવા. અહીં સેવા કરતા કોઈપણ સ્વયંસેવક કે હરિભક્તે પહેરેલા પગરખાં જો તૂટી જાય…. તો આ પગરખાંને સિવવા માટે મોચીની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. આમ જોવા જઈએ તો સ્વામીનારાયણ નગર 600 એકર જેટલી મોટી જગ્યામાં આકાર પામ્યું છે.

આટલા મોટા વિસ્તારમાં અને આટલા મોટા કાર્યક્રમમાં સામાન્ય બાબતો ભૂલાઈ જતી હોય છે. પરંતુ ખરેખર જોવા જઈએ તો… સ્વામીનારાયણ નગર એક એવું નગર છે જ્યાં મેનેજમેન્ટના લોકો માટે શીખવા જેવું ઘણું બધું છે…. ત્યારે આવા વિશાળ નગરમાં આવતા સ્વયંસેવકો અને હરિભક્તોના માટે પગરખાં સિવવા માટેની તજવીજ કરવી એ ખરેખર પોતાનામાં જ એક મોટી વાત કહી શકાય… અહીં જ્યારથી એટલે કે દિવાળી પહેલાથી પગરખાં ફ્રીમાં રિપેર કરી આપવાની સેવા કરવામાં આવી રહી છે… જ્યાં સુધી સ્વયંસેવકો અહીં રહેશે ત્યાં સુધી આ સેવા અવિરત પણે ચાલશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.