+

લો બોલો! મહિલા મત આપવા પહોંચી તો ખબર પડી કે તેના નામે કોઇ અન્ય કરી ગયું છે મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હવે તેના અંતિમ સમયે પહોંચી ગયું છે. હવે મતદાતાઓ માટે મતદાન કરવા માટે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે મતદાન મથકે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. અમુક કિસ્સાઓનો બાદ કરતા અત્યાર સુધી મોટા ભાગના જિલ્લાઓમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે. જોકે, આ વચ્ચે એક અજીબ કિસ્સો વિરમગામથી સામે આવ્યો છે. મળી રહેલા સમાચાર મુજબ અહીં એક મહિલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હવે તેના અંતિમ સમયે પહોંચી ગયું છે. હવે મતદાતાઓ માટે મતદાન કરવા માટે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે મતદાન મથકે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. અમુક કિસ્સાઓનો બાદ કરતા અત્યાર સુધી મોટા ભાગના જિલ્લાઓમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થઇ રહ્યું છે. જોકે, આ વચ્ચે એક અજીબ કિસ્સો વિરમગામથી સામે આવ્યો છે. મળી રહેલા સમાચાર મુજબ અહીં એક મહિલા મતદાન કરવા પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેના નામે કોઇ અન્ય મતદાન કરી ગયું છે.
મહિલા પહોંચ્યા મતદાન મથકે પણ ન કરી શક્યા મતદાન
સમગ્ર ઘટના વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 8 ના ધર્મજીવન વિદ્યા નિકેતન પ્રાઇમરી સ્કૂલ ખાતેની છે. જ્યા એક મહિલા મતદારનું મતદાન અન્ય કોઈ કરી ગયું છે. વિરમગામ-39 વિધાનસભાના વિરમગામ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 8 માં રહેતા રંજનબેન પ્રભુભાઈ પટેલ જ્યારે ધર્મજીવન વિદ્યા નિકેતન પ્રાયમરી સ્કૂલ, જુનિયર ખાતે સવારે 11ઃ30 વાગે મતદાન આપવા પહોંચ્યા ત્યારે તેમને જે સાંભળવા મળ્યું તે સાંભળી તેઓ ચોંકી ગયા હતા. અહીં તેમને જાણવા મળ્યું કે તેમનો પોતાનો વોટ અન્ય કોઈ આપીને જતું રહ્યું છે. આ દરમિયાન ઉપસ્થિત ચૂંટણી અધિકારીએ તે મહિલાને કહ્યું કે, તમારો વોટ અપાઈ ગયો છે તો લાઓ તમારી આંગળી ઉપર માર્ક કરી દઈએ. ત્યારબાદ આ મહિલાએ વિરોધ કર્યો હતો અને અમારો વોટ કોણ આપી ગયું અમો અત્યારે જ આવ્યા છીએ તેમ જણાવ્યું હતું. ત્યારે મતદારના ડોક્યુમેન્ટ ચકાસ્યા વગર મતદાન થતું હોવાનું જણાઈ રહ્યું છે. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોમવારે બીજા તબક્કાનું અને અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ ચૂંટણી જંગને રસપ્રદ બનાવી દીધો છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. 8મી ડિસેમ્બરે પરિણામ ગમે તે હોય. તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. જોકે, બીજા રાઉન્ડના મતદાન પૂર્ણ થવાની સાથે, તમામ ટીવી ચેનલો એક્ઝિટ પોલ જારી કરશે. સામાન્ય રીતે એક્ઝિટ પોલ ચૂંટણી પરિણામોનું અસ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલ જોવો રસપ્રદ બની રહેશે.  

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Update….
Whatsapp share
facebook twitter