Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનું ખુલ્યું, પોલીસે કરી ધરપકડ

05:51 AM Apr 18, 2023 | Vipul Pandya

  • ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
  • બાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની આપી હતી પ્રેરણા
  • પુરાવાનો નાશ કરવા બદલ બાળકીના દાદા બન્યા આરોપી
ગીરસોમનાથ જિલ્લાના ધાવા ગામે ધૈર્યા નામની 14 વર્ષીય બાળકીની તાંત્રિક વિધિથી હત્યા કરાઈ હોવાના ગુજરાત ફર્સ્ટના ઈન્વેસ્ટીગેશન રિપોર્ટીંગ બાદ બાળકીના પિતા અને મોટા પપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ આ હત્યાકાંડમાં પરિવારના વધુ બે લોકો હત્યાકાંડમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં બાળકીની સગી ફોઈએ  હત્યાકાંડની પ્રેરણા આપી હોવાની તથા બાળકીના દાદાએ પુરાવાનો નાશ કર્યો હોવાનો ખુલાસો કરતા પોલીસે બાળકીના દાદા ગોપાલ અકબરી અને ફઈ અર્ચના ઠુમ્મરની ધરપકડ કરી છે.

ગીરસોમનાથના ધાવામાં બાળકીની હત્યા કેસમાં પરિવારના વધુ બે લોકો સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો…