Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Shocking : રાજ્યની સરકારી શાળાઓમાંથી 4300 શિક્ષકોને કરાશે છૂટા

12:13 PM Jan 24, 2024 | Hardik Shah

Shocking : શું તમે પ્રવાસી શિક્ષક છો તો આ સમાચાર તમારા માટે જ છે. ગુજરતા સરકારે શિક્ષણ વિભાગ (Education Department) અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાતની સરકારી શાળાઓમાંથી 4300 પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં આવશે. આ નિર્ણય પાછળનું કારણ ગુજરાતમાં જ્ઞાન સહાયકોની ભરતી થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, આ પહેલા જ્ઞાન સહાયકોને બદલે પ્રવાસી શિક્ષકો (Visiting Teacher) ની ફાળવણી કરવામાં આવી હતી.

જ્ઞાન સહાયકોના બદલે પ્રવાસી શિક્ષકોની ફાળવણી કરાઈ

રાજ્ય સરકારે 4300 પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણ કર્યો છે. આ પહેલા રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની નીતિ લાવીને ભરતી હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું હતું. આ કારણોસર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના 4300 પ્રવાસી શિક્ષકોને કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જોકે મોટા ભાગના પ્રવાસી શિક્ષકો જ્ઞાન સહાયક તરીકે પસંદ કરાયા છે. રાજ્યના શાળાઓના કમિશનરે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને ફરજમાંથી મુક્ત કરવા માટે પત્ર લખ્યો છે કારણ કે પ્રવાસી શિક્ષકોની યોજના સમાપ્ત થઈ ગઈ છે. આ પહેલા 27 જુલાઈ 2023 એ આ શિક્ષકોની સમય મર્યાદા વધારાઈ હતી. પ્રવાસી શિક્ષકોની વધારેલી સમય મર્યાદા 23 જાન્યુઆરીએ પૂર્ણ થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યની માધ્યમિકમાં 4200 અને ઉચ્ચત્તર માધ્યમિકમાં 3500 જ્ઞાન સહાયકોની ભરતી કરાઈ છે. 6 મહિના માટે પ્રવાસી શિક્ષકોની વધારેલી સમય મર્યાદા ગઇ કાલે એટલે કે 23 જાન્યુઆરીએ પૂરી થઇ છે. આ કારણોસર સરકારે ગ્રાન્ટેડ માધ્યમિકના 1800 અને ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિકના 2500 મળીને 4300 પ્રવાસી શિક્ષકોને 24 જાન્યુઆરીથી છૂટા કરવાનું નક્કી કર્યો છે.

આ વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો…

આ પણ વાંચો – આજે પ્રથમ વખત ગુજરાત વિધાનસભા ગૃહનું સંચાલન કરશે દિકરીઓ

આ પણ વાંચો – Gandhinagar : આવતીકાલે કેબિનેટની મહત્ત્વની બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ