+

શિવસેનાના સાંસદ સંજય રાઉતે કરી જજને ફરિયાદ ઇડીએ જે રૂમમાં રાખ્યો ત્યાં વેન્ટિલેશન પણ નથી

EDએ દાવો કર્યો હતો કે અલીબાગમાં જમીન પ્રવીણ રાઉત પાસેથી મળેલા પૈસાથી ખરીદવામાં આવી હતી. અહીં, સ્વપ્ના પાટકરના વકીલે કહ્યું કે સપના પાટકરને સંજય રાઉત દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. રિમાન્ડ પૂરા થતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને ED દ્વારા ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, ઇડીએ તેમના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી અને રિમાન્ડ 8 ઓગસ્ટ àª
EDએ દાવો કર્યો હતો કે અલીબાગમાં જમીન પ્રવીણ રાઉત પાસેથી મળેલા પૈસાથી ખરીદવામાં આવી હતી. અહીં, સ્વપ્ના પાટકરના વકીલે કહ્યું કે સપના પાટકરને સંજય રાઉત દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. રિમાન્ડ પૂરા થતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને ED દ્વારા ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, ઇડીએ તેમના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી અને રિમાન્ડ 8 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. 
કેસની સુનાવણી દરમિયાન જજે સંજય રાઉતને પૂછ્યું કે તમને કોઈ સમસ્યા છે? તેના પર સાંસદે કહ્યું કે જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે ત્યાં વેન્ટિલેશન નથી. જજે EDને પૂછ્યું કે તમે આ માટે શું કરી રહ્યા છો? તેના પર EDએ કોર્ટમાં માફી માંગી અને કહ્યું કે અમે તેમને AC રુમમાં રાખ્યા છે. રાઉત ખોટું બોલે છે. તેમણે એક પંખો માંગ્યો છે. આવી સ્થિતિમાં, અમે વેન્ટિલેશન સાથે રૂમ આપવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
EDએ કોર્ટમાં કહ્યું કે તેમના (સંજય રાઉત) અને પરિવારના ખાતામાં 1 કરોડ 6 લાખ કેવી રીતે આવ્યા અને વિદેશ પ્રવાસ પર કેટલો ખર્ચ થયો હતો, સાથે જ EDને દરોડામાં કેટલાક કાગળો મળ્યા છે, જે દર્શાવે છે કે પ્રવીણ રાઉત દ્વારા સંજય રાઉતને દર મહિને ચોક્કસ રકમ આપવામાં આવતી હતી.
EDએ દાવો કર્યો હતો કે અલીબાગમાં જમીન પ્રવીણ રાઉત પાસેથી મળેલા પૈસાથી ખરીદવામાં આવી હતી. અહીં, સ્વપ્ના પાટકરના વકીલે કહ્યું કે સપના પાટકરને સંજય રાઉત દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. ન્યાયાધીશે પૂછ્યું કે જ્યારે સંજય રાઉતની ધરપકડ થાય છે, ત્યારે કોણ ધમકી આપી રહ્યું છે? રાઉતને ઉપનગરીય ‘ગોરેગાંવમાં પાત્રા ચાલ’ના પુનઃવિકાસમાં કથિત નાણાકીય લેવડદેવદ અને તેમની પત્ની અને કથિત સહયોગીઓની મિલકતો સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોના સંબંધમાં રવિવારે રાત્રે કેન્દ્રીય એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 
EDએ સોમવારે રાઉતને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટના ન્યાયાધીશ એમ જી દેશપાંડે સમક્ષ રજૂ કર્યો હતો અને તેની આઠ દિવસની કસ્ટડી માંગી હતી પરંતુ કોર્ટે શિવસેનાના નેતાને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા.
Whatsapp share
facebook twitter