Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિશપાલ રાજપૂતની ગુજરાતના યોગ બોર્ડના અધ્યક્ષપદે એકવાર ફરી નિમણૂક

03:34 PM May 30, 2023 | Hardik Shah
  • ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષની નિમણૂક
  • શિશપાલ રાજપૂતને ફરી અધ્યક્ષ બનાવાયા
  • રમત ગમત યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નિમણૂક
  • એક વર્ષ કરતા વધુ સમયથી અધ્યક્ષ પદ હતુ ખાલી
  • અન્ય બોર્ડ નિગમમાં પણ રાજકીય નિયુક્તિઓ થઈ શકે

ગુજરાતમાં યોગ બોર્ડ નિગમમાં નિયુક્તિઓ માટેની આતુરતાનો હવે અંત આવ્યો છે. બોર્ડના અધ્યક્ષપદે શીશપાલસિંઘ રાજપૂતની ફરીથી નિયુક્તિ કરવામાં આવી છે. તેમને એકવાર ફરી જવાબદારી સોપાઈ છે. જોકે, 21 જૂન વિશ્વ યોગ દિવસ નજીક હોવાના કારણે રાજ્ય યોગ બોર્ડમાં નિમણૂક પ્રક્રિયા જલ્દી કરાઇ છે.

ગુજરાતમાં હવે નજીકના સમયમાં બોર્ડ નિગમમાં રાજકીય નિમણૂક પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતાઓ છે. વર્ષ 2019માં આ બોર્ડની રચનાની સાથે જ રાજપૂતને અધ્યક્ષ બનાવાયા બાદ ત્રણ વર્ષની ટર્મ માટે તેમને અધ્યક્ષ બનાવાયા હતા. બાદમાં દોઢેક વર્ષથી આ બોર્ડના અધ્યક્ષની નિયુક્તિ થઈ નહોતી તેવામાં રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના ઉપસચિવ નિલેશ કુમાર ડામોરની સહીથી સોમવારે ફરીથી નિયુક્તિનો આદેશ થયો છે. જણાવી દઇએ કે, નવી સરકારની રચના બાદ લાંબા સમયથી બોર્ડ-કોર્પોરેશનમાં અધ્યક્ષ અને ડાયરેક્ટરોની નિંમણૂંકોની પ્રક્રિયા અધ્ધરતાલ છે. યોગ બોર્ડમાં નવા અધ્યક્ષની સાથે જ ભાજપમાંથી અન્ય નિયુક્તિઓ ફટાફટ થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો –  સંતોને નમસ્કાર, નવા સંસદ ભવનમાં કરવામાં આવી સેંગોલની સ્થાપના, જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ