Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિંદે કેબિનેટનું માળખું ફાઈનલ, 65-35 ફોર્મ્યુલા પર મંત્રીઓ બની શકે

07:04 PM Apr 22, 2023 | Vipul Pandya

લગભગ એક મહિનાની
લાંબી રાહ બાદ એકનાથ શિંદે સરકારની નવી કેબિનેટ પર સમજૂતી થઈ છે. સૂત્રો પાસેથી
જાણવા મળ્યું છે કે આ નવી કેબિનેટમાં ભાજપ અને શિંદે જૂથ વચ્ચે 65-35 ટકાની
ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. કેટલાક મંત્રી પદ માટે અપક્ષોની પણ વિચારણા
કરવામાં આવી છે. નવી કેબિનેટમાં ભાજપના 24થી 25 ધારાસભ્યો
, શિંદે જૂથના 15 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. માનવામાં
આવે છે કે ટૂંક સમયમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર કેબિનેટની
જાહેરાત કરી શકે છે.


એકનાથ શિંદેએ 1 જુલાઈના રોજ મહારાષ્ટ્રના
નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા
, જેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો
ફેરફાર થયો.ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ડેપ્યુટી
સીએમ તરીકેનો પદભાર સંભાળ્યો. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે શિંદે ટૂંક
સમયમાં તેમના કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરશે. 29 દિવસની મહેનત અને આખરે સરકાર
બનાવવા માટે ભાજપ હાઈકમાન્ડને મળ્યા બાદ શુક્રવારે એવા સમાચાર સામે આવ્યા છે કે
એકનાથ શિંદે ટૂંક સમયમાં જ તેમના કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરશે. સૂત્રો પાસેથી
જાણવા મળ્યું છે કે કેબિનેટ વિસ્તરણને લઈને શિંદે અને ભાજપ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.


 65-35 ફોર્મ્યુલા

એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે 65-35ની
ફોર્મ્યુલા બની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. માનવામાં આવે છે કે નવી
કેબિનેટમાં ભાજપના 24 થી 25 ધારાસભ્યો
, શિંદે જૂથના 14
થી 15 ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત અપક્ષોને શાંત કરવા
માટે પણ મંત્રી પદની વિચારણા કરવામાં આવી છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ
મહારાષ્ટ્રના ઘણા વિભાગોમાં મંત્રી પદની ખાલી જગ્યાને કારણે અશાંતિનું વાતાવરણ છે.
આવી સ્થિતિમાં શિંદે પર ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવાનું દબાણ પણ છે. સીએમ
એકનાથ શિંદેએ કહ્યું છે કે થોડા દિવસોમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. જ્યારે
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટ વિસ્તરણની તારીખો પર મૌન છે. જોકે
,
તેમણે નિશ્ચિતપણે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ
અંગેનો નિર્ણય ટૂંક સમયમાં આવશે.