Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલે એકવાર ફરી વધી મુસીબત

01:03 PM May 02, 2023 | Vipul Pandya

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ માટે 2021નું વર્ષ મુશ્કેલથી ભરેલું રહ્યું છે એમ કહેવું ખોટું નહીં હોય. શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી વિવાદ સાથે જોડાયેલું હતું, જેના માટે તેમને લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહેવું પડ્યું હતું. હાલ તે જામીન પર બહાર છે. તો અત્યારે ફરી એકવાર રાજ કુન્દ્રાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 
વિસ્તારથી વાત કરીએ તો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) હવે કુન્દ્રા વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે, જે પોર્નોગ્રાફી સાથે સંબંધિત છે. આ કેસમાં EDની સાથે મુંબઈ પોલીસે પણ રાજ કુન્દ્રા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગયા વર્ષે 20 જુલાઈએ મુંબઈ પોલીસે આ કેસમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. વળી, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ પોલીસે આ પોર્ન રેકેટ કેસમાં વધુ 5 લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા લોકો પર મોડલ અને એક્ટર્સને પોર્ન ફિલ્મોમાં કામ કરાવવાનો આરોપ હતો. ફિલ્મોમાં કામ અપાવવાના બહાને આ લોકોને પોર્ન ફિલ્મોમાં કામ કરાવવામાં આવતું હતું અને તેમની સાથે છેતરપિંડી પણ કરવામાં આવી હતી. તપાસમાં જે પોર્ન મૂવીઝ પર એપ અપલોડ કરવામાં આવી હતી, તેમાંથી ઘણાનું રાજ કુન્દ્રાની કંપની સાથે કનેક્શન પણ સામે આવ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, શૂટિંગ દરમિયાન અભિનેત્રીઓને ન્યૂડ સીન શૂટ કરવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે અભિનેત્રીઓએ આવું કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને કથિત રીતે ધમકાવવામાં આવી હતી અને શૂટિંગનો ખર્ચ માંગવામાં આવ્યો હતો. પોલીસને આ સમગ્ર મામલાની જાણ થતાં જ મુંબઈ પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક હોટશોટ એપનું નામ સામે આવ્યું હતું. બાદમાં એ પણ બહાર આવ્યું કે આ એપ રાજ કુન્દ્રાની પેઢીની છે જે યુકે સ્થિત કંપની છે. નોંધનીય છે કે, આ સમગ્ર મામલામાં રાજ કુન્દ્રાની કંપનીના આઈટી હેડ રેયાન થોર્પેની ધરપકડ થઈ ચૂકી છે.