Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શરદ પવાર પોતાની પુત્રી સુપ્રિયાને પાર્ટીમાં આગળ કરી રહ્યા હતા, અજીત સાઇડ-લાઇન કરાઇ રહ્યા હતા

02:38 PM Jul 03, 2023 | Vishal Dave

મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અજિત પવારે 8 ધારાસભ્યો સાથે રાજભવનમાં શપથ લીધા કે તરત જ NCPમાં ભાગલા પડી ગયા. NCPમાં ભાગલાની સ્ક્રિપ્ટ શુક્રવારે જ તૈયાર થઈ ગઈ હતી જ્યારે અજિત પવારે વિપક્ષના નેતાનું પદ છોડ્યું હતું. તેમણે સ્પીકરને એક પત્ર સોંપ્યો, જેમાં NCPના મોટાભાગના ધારાસભ્યોની સહી હતી, જેમાં સ્પીકરને કહેવામાં આવ્યું હતું કે ધારાસભ્યદળના નેતાને બદલવામાં આવે છે અને હવે અજિત પવારને ધારાસભ્ય દળના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે બાદ ધારાસભ્યદળના નેતા તરીકે અજિત પવારે રાજ્યપાલને પત્ર લખ્યો અને કહ્યું કે તેઓ શિંદે-ફડણવીસ સરકારને સમર્થન આપી રહ્યા છે. આ પછી શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ શપથ ગ્રહણ સમારોહ સોમવારે (3 જુલાઈ) યોજાવાનો હતો, પરંતુ શરદ પવારને ગુપ્ત વાતચીતની જાણ થઈ અને તેથી રવિવારે સવારે જ તેનું આયોજન કર્યું.

9 શપથ લેનારા નેતાઓ સહિત 10 NCP નેતાઓ બે મહિનાથી શરદ પવારને મળીને રજુઆત કરતા હતા 

9 શપથ લેનારા નેતાઓ સહિત 10 NCP નેતાઓ બે મહિનાથી શરદ પવારને મળ્યા હતા અને તેમને કહેતા હતા કે મહત્તમ ધારાસભ્યો ભાજપ-સેના સરકારમાં જોડાવા માગે છે. ધારાસભ્યોએ પણ પવારને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પવાર રાજી ન થયા. જે બાદ ધારાસભ્યોએ જાતે નિર્ણય લેવો પડ્યો હતો. બીજેપી તરફથી એનસીપીના નેતાઓ પર પણ જલદી નિર્ણય લેવાનું દબાણ હતું કારણ કે પવાર આ જોડાણ માટે તૈયાર ન હતા.

અજિત પવાર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં જ અલગ પડી ગયા હતા

શરદ પવારના રાજકીય વારસાના વારસદાર તરીકે જોવામાં આવતા અજિત પવાર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં જ અલગ પડી ગયા હતા. સુપ્રિયા સુલેની સક્રિયતા વધતી જતી હતી અને અજિત એક રીતે અલગ પડી રહ્યા હતા. વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ હતું, પરંતુ સંગઠન પરની પકડ લગભગ ખતમ થઈ ગઈ હતી.અજિત પવારના તાજેતરના પગલામાં પાર્ટી પ્રત્યેની નારાજગી ઘણા અંશે કારણભૂત છે

એનસીપી પર કબ્જા માટેની રેસમાં અજીત પાછળ રહી ગયા હતા 

એનસીપીના છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ પર નજર કરીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. શરદ પવારે એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ પાર્ટીની કમાન અજિત પવારના હાથમાં આવશે કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. એનસીપીના ઘણા નેતાઓ અને કાર્યકરો શરદ પવારના નિર્ણયની વિરુદ્ધમાં આવ્યા ત્યારે અજિતે કહ્યું હતું કે આનાથી કંઈ થશે નહીં. અજિતે એમ પણ કહ્યું કે શરદ પવાર પોતાનો નિર્ણય બદલશે નહીં. જો કે, લાંબા ગાળાની વાટાઘાટો બાદ પવારે રાજીનામું આપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. એનસીપી પર કબ્જા માટેની રેસ હજુ ઠંડી પણ નહોતી પડી ત્યા

શરદ પવારે અજીતને બદલે પુત્રી સુપ્રિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવી હતી 

મહારાષ્ટ્રના રાજકારણના મજબૂત નેતા શરદ પવારે એનસીપી માટે બે કાર્યકારી પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરી. તેમણે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂકની જાહેરાત કરી, જેના પછી સ્પાર્ક ભડક્યો. જો કે અજિત પવારે સુપ્રિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવવા અંગે કોઈ નારાજગીનો ઇનકાર કર્યો હતો.

અજીત પવાર કોરાણે મુકાઇ રહ્યા હતા

અજિત પવારને શરદ પવાર પછી એનસીપીના આગામી અધ્યક્ષ માનવામાં આવતા હતા પરંતુ પવારે સુપ્રિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. રાજકીય વારસો પોતાની પુત્રીને સોંપવાના પવારના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવ્યો હતો.સુપ્રિયા સુલે પાર્ટીમાં આગળ વધી રહ્યા હતા,અને અજીત પવાર કોરાણે મુકાઇ રહ્યા હતા, અને આખરે અજીત પવારે ઘડીયાળમાંથી પાવર જ કાઢી લીધો