+

ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આભાર માનવાનું પર્વ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક મહાન ભારતીય આધ્યાત્મિક ગુરુ હતા

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ। ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ॥ આજે ગુરુપૂનમ-ગુરૂ પૂર્ણિમા.હિન્દુ ધર્મમાં ગુરૂનું સ્થાન ભગવાન પહેલાં મૂકાયું છે. ગીતામાં કહ્યું છે : સાધવો હ્રદયમ મહયમ……

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ॥

આજે ગુરુપૂનમ-ગુરૂ પૂર્ણિમા.હિન્દુ ધર્મમાં ગુરૂનું સ્થાન ભગવાન પહેલાં મૂકાયું છે. ગીતામાં કહ્યું છે : સાધવો હ્રદયમ મહયમ… આપણામાં ‘નૂગરો’ એ મોટામાં મોટો અપશબ્દ છે. નૂગરો એટ્લે જેનો કોઈ ગુરૂ નથી.

ગુરૂ એટ્લે-
સઈ કહું આ સમાની રીત, આજ આડો આંક વાળ્યો;
વાળ્યો દિવસ થઈ મારી જીત, સંશય શોક ટાળ્યો.

ભગવાન સ્વામિનારાયણનું અવતારકાર્ય હતું-સમાજને સદમાર્ગે વાળવો. સમ્યક પ્રકારે સંતમાં ભગવાન નિવાસ કરે છે. આપણાં સદભાગ્ય છે કે આપણી ગુરૂ પરંપરા અજોડ છે. શાસ્ત્રીજી મહારાજ,યોગીજી મહારાજે જે કૈં કર્યું એ ચમત્કાર જ હતો. માણાં નહીં,પાણા નહી ‘ને નાણાં નહીં તો ય બોચાસણ,સારંગપુર અને ગઢડાનાં અલૌકિક ભાવિ મંદિરો નિર્માણ કર્યા. કલ્પના પણ ન થાય કે માત્ર ઝોળી પર આ મંદિરો બંધાયાં છે. સંતો ઝોળી માંગવા જતાં ત્યાય માર ખાધો છે. તો ય ગુરૂવચને ખમી ખાધું. બબ્બે દાડાના સૂકા રોટલાનો ભૂકકો કરી એમાં છાશ નાખી સંતો અને કારીગરો જમતા અને કેરોસીનનો ડબ્બો કાપી એમાં ખિચડી બનતી. એ સંજોગોમાં સારંગપૂરનું ભવ્ય મંદિર બને એ કલ્પના ય ન થાય.
એના પાયામાં ગુરૂભક્તિ. ગુરૂને રાજી કરવાનો દાખડો.

સાડા પાંચ લાખથી વધુ પત્રો દ્વારા પૂજ્ય પ્રમુખ સ્વામીએ ભક્તોની અંગત દરકાર રાખી  

શાસ્ત્રી યજ્ઞપુરૂષદાસજી(શાસ્ત્રીજી)મહારાજ,યોગીજી મહારાજ,પ્રમુખસ્વામી મહારાજ અને હાલ મહન્તસ્વામી મહારાજનું જીવન-પરોપકારાય સતાં વિભૂતય. વૃક્ષની જેમ તડકો વેઠી છાંયડો આપે એ સંત. 18000 જેટલાં ગામોમાં અઢી લાખથી વધુ ઘરોમાં પધરામણી,સાડા પાંચ લાખથી વધુ પત્રો લખી હરિભક્તોની અંગત દરકાર રાખનાર અને રોજના સરેરાશ ત્રણસો જેટલા હરિભક્તોને મુલાકાત આપી દરેકના પ્રશ્નોનું સમાધાન કરનાર પ્રમુખસ્વામીનો ભીડો કેવો હશે? જરા,કલ્પના કરી જૂઓ. એમણે ધાર્યું હોત તો વૈભવી આવાસમાં બેઠાં બેઠાં જીવન માણી શક્યા હોત…પીએન ના ગુરૂવચને દેહના ચૂરેચૂરા કરવાનો હતો. ગુરૂ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને રાજી કરવા જ એ એક દિવસની ય રાજા પાડ્યા સિવાય વિચરણ કરતા રહ્યા.

ગુરૂનું વર્તન જ એના ગુરૂપણાની કસોટી

એકવાર શ્રીજી મહારાજે સંતોના ગ્રૂપ બનાવી અલગ અલગ પ્રદેશોમાં મોકલ્યા-કથાવાર્તા કરી લોકોને સંમાર્ગે વાળવા ત્યારે ઘણા સંતોએ કહ્યું “મહારાજ,અમને તો કથાવાર્તા કરતાં આવડતું નથી.” તો શ્રીહરિએ એમને કહેલું કે તમારું વર્તન વાત્યું કરશે.”ગુરૂનું વર્તન જ એના ગુરૂપણાની કસોટી.દુનિયામાં પ્રમુખસ્વામી જ એકે એવા ગુરૂ કે બારસો જેટલા નિયમધર્મ વાળા સંતો એમના શિષ્ય હોય. ભણેલા,સુખી ઘરના અને કેટલાક તો એકના એક સંતાન યુયાવકો ઝોળીયા પારેવાની જેમ સંસાર છોડી ત્યાગાશ્રમ અપનાવે એ માત્ર ગુરૂના વર્તનથી આકર્ષાઈને.

હરિભક્તને ગુરૂમાં અને ગુરૂને હરિભક્તમાં વિશ્વાસ હોય

ગુરૂનું કારી જ બોલે.વિશ્વવિક્રમી મંદિરો બાંધવા અને એ પણ ભવ્ય એના માટે સમર્પિત હરિભક્તો જોઇયે.અહી તો હરિભક્તો પણ ગુરૂને રાજી કરવા ‘હાં હાં ગડથલ કરવા તલપાપડ હોય.ઘણા તો એવા હરિભક્તો છે જેમણે મંદિર માટે પોતાના ઘર પણ વેચ્યાં હોય. એમનેમ ટોરેન્ટો(વિશ્વના પશ્ચિમ ગોળાર્ધનું ભવ્ય નિર્માણ),અક્ષરધામ,લંડન મંદિર જેવાં નિર્માણ હરિભક્તોના સમર્પણ સિવાય શકય નથી .હરિભક્તને ગુરૂમાં અને ગુરૂને હરિભક્તમાં વિશ્વાસ હોય.રાત્રે બબ્બે વાગ્યે હરિભક્તોના ઘેર પધરામણી કરી એને રાજી રાખનાર ગુરૂ કેટલા?

કાર્ટુનિસ્ટ આર.કે.લક્ષ્મણની આંખમાં આંસુ આવ્યા હતા 

ઘણા વાંકદેખાઓ ગુરૂભક્તિને અંધશ્રધ્ધા કહેશે. વિશ્વવિખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણ તદ્દન નાસ્તિક.રાષ્ટ્રપતિ કલામના કહેવાથી એ દિલ્હી અક્ષરધામની મૂલાકાતે ગયા. કોણ જાણે કેમ એ થોડું જોયા પછી “Mystic India’નો દસેક મિનિટ શો જોયા પછી કોઈ પ્રતીભાવ આપ્યા સિવાય પાછા ગયા. કોણ જાણે કેમ બીજા દિવસે એ ફરી અક્ષરધામ આવ્યા. પૂરું જોયું.પછી એમની સાથે સરભરામાં રહેલા હાજર સંત પૂ.બ્રહમવિહારીસ્વામીને પૂછ્યું આ બનાવનાર સંત કોણ? તો લક્ષમણને પ્રમુખસ્વામી પાસે લઈ ગયા. લક્ષમણસાહેબ વ્હીલચેરમાં.એમની વ્હીલચેર સ્વામીના આસન પાસે લઈ ગયા. સ્વામીએ એમનો હાથ પોતાના હાથમાં લાઈધો. કોણ જાણે કેમ લક્ષ્મણ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. એ શાંત થયા. એમણે બહાર લઈ જવાનો ઈશારો કર્યો. એક શબ્દનો પણ પ્રમુખસ્વામી અને આર.કે.લક્ષમણ વચ્ચે સંવાદ થયેલો નહીં. બહાર આવીને એમણે બ્રહમવિહારીસ્વામીને પૂછ્યું કે: આ સ્વામિનું નામ શું? He is Divine person. આ હતી ગુરૂ પ્રમુખસ્વામીની દિવ્યતા.

કલામ સાહેબે લખ્યું  કે-Pramukhswami is my ultimate GURU.

આવું જ એ.પી.જે.અબ્દુલકલામ સાથે બનેલું. એકવાર એમની સારંગપુરની મુલાકાત ગોઠવાઈ. પ્રમુખસ્વામી સાથે એમની મુલાકાત થઈ. કલામ સાહેબ ગુજરાતી ન સમજે અને પ્રમુખસ્વામી ઇંગ્લિશ ન સમજે. વચ્ચે દુભાષીયા તરીકે પૂ.બ્રહમવિહારીસ્વામી. પંદરેક મિનિટની આ મુલાકાતમાં એેક પણ શબ્દની આપલે ન થઈ.બીએસ,પ્રમુખસ્વામી કલામસાહેબનો હાથ હાથમાં લઈ બેસી રહ્યા.તો ય ઘણું બધુ કહેવાઈ ગયું.સામે દુનિયાના મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામ હતા. બીએસ,કલામ સાહેબ પ્રમુખસ્વામીના મુરીદ બની ગયા.એમણે પ્રમુખસ્વામી પર એક પુસ્તક લખ્યું Transcendence: My Spiritual Experiences with Pramukh Swamiji. કલામ સાહેબે લખ્યું  કે-Pramukhswami is my ultimate GURU.

વડાપ્રધાનશ્રી મોદીને પૂજ્ય  પ્રમુખ સ્વામી સાથે આત્મીયતા,સ્નેહ અને લાગણીનો સંબંધ હતો 

વડાપ્રધાન નરેંદ્ર મોદીનો સંબંધ પ્રમુખસ્વામી સાથે ગુરૂશીષ્ય કરતાં પણ એક ડગલું આગળ હતો. પ્રમુખસ્વામી સ્વધામ સીધાવ્યા ત્યાર મોદીસાહેબે જાહેરમાં કહેલું કે : તમે તો ગુરૂ ગુમાવ્યા છે પણ મેં તો મારો બાપ ગુમાવ્યો છે.

 

તેમના માટે ગરીબ હોય કે ધનિક બધાજ ભક્તો સમાન હતા 

આવા તો અઢળક કિસ્સા છે. લાગશે કે અહી તો માત્ર VIP કે પૈસાદાર હરિભક્તોને જ ગુરૂનો લાભ મળે છે.ના, તદ્દન ખોટું છે. સામાની,ગામડિયા કે ગરીબ હરિભક્તો પીએન ગુરૂના માથાનો મુગટ છે. અમદાવાદ મંદિરમાં ગાયો સાચવનાર રાયચંદ રબારીને બાયપાસ સર્જરી કરાવવાની હતી.એમની આર્થિક સ્થિતિ એટલી નહીં.સ્વામીજીએ ખાસ કાળજી રખાવી એમનું બાયપાસનું ઓપરેશન કરાવડાવ્યું.આવા તો અનેક કિસ્સાઓ છે.ગુલઝારિલાલ નંદા એટ્લે એ જમાનામા કેન્દ્રિય મંત્રી. બબ્બે વાર એ કાર્યકારી વડાપ્રધાન પણ રહેલા. એ શાસ્ત્રીજી મહારાજના જોગમા આવ્યા અને ચૂસ્ત સત્સંગી બની ગયેલા. એ જ્યારે પણ મંદિર આવે ત્યારે કોઈ જાતનો પ્રોટોકોલ ન રાખતા અને એક સામાની હરિભક્તની જેમ સેવા કરતા.હજારો નહીં પણ લાખો શિષયોના ગુરૂ પણ ગુરૂપણાનો ભાર નહી.છલોછલ ઐશ્વર્ય છતાં કોઈ દેખાડો નહિ. દરેક ભક્તને લાગે કે “સ્વામી તો મારા છે’ આ ભાવ માત્ર ગુરૂએ આપેલો પ્રેમ જ છે.

કનુભાઇ જાની, ગુજરાત ફર્સ્ટ 

Whatsapp share
facebook twitter