+

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ આજે સંભાળશે શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળશે.. ભગવાન જગન્નાથના દર્શન બાદ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળવાના છે. આ પહેલા તેમણએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું…

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળશે.. ભગવાન જગન્નાથના દર્શન બાદ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળવાના છે. આ પહેલા તેમણએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે ગાંધીજીએ સત્યને સાથે રાખી અંગ્રેજો સામે લડત લડી હતી. દેશનાં લોકોએ બાપુને સાથ આપી આઝાદીની લડાઈ લડી હતા. હું પણ મારી તાકાત પર નહી પણ બાપુની જેમ સત્યને સાથે લઈ ગુજરાતીઓનાં પ્રેમની માંગ કરૂ છું. ગુજરાતમાં મુઠ્ઠીભર માણસો માલામાલ થાય છે ગુજરાતની અસ્મિતિ નથી. જરૂર પડે તો ટીકા કરજો પણ સાચી ટીકા કરજો. અમારી ભુલ હશે તે સુધારવા પ્રયાસ કરીશું. આ મંચ પર ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત છે. અર્જુનભાઈ પોરબંદર હતા તેમ છતાં તેઓ આવ્યા તે બદલ તેમનો આભાર માન્યો હતો. ભરતસિંહનો અગાઉથી કાર્યક્રમ નક્કી હતો તેમ છતાં તે આવ્યા. ત્યારે હાલ યુવાનો પાસે રોજગારી નથી, પેપરો ફૂટે છે. ખેડૂતો હેરાન છે. ગુજરાતમાં કોઈ પણ કામ ભ્રષ્ટ્રાચાર વિના થતું નથી.

પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, શક્તિસિંહ ગોહિલ 18મી જૂન રવિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની પોતાની જવાબદારી સંભાળશે. જો કે અમાસ હોવાના કારણે છેલ્લી ઘડીએ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સંભાળવાનું મુલતવી રાખ્યું હતુ. હવે આજે શક્તિસિંહ ગોહિલ ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈને જગદીશ ઠાકોરની જગ્યા લેશે.

Whatsapp share
facebook twitter