+

ગધેડા પર સવાર થઈને પહોંચ્યો શાહિદ કપૂર, ફરહાન અખ્તર, જુઓ વિડીયો

આઈફા 2022માં ફરહાન અખ્તર અને શાહિદ કપૂરની એન્ટ્રીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહિદ કપૂર કહ્યી રહ્યો છે કે, 'જે લોકો એક સમયે હમર્સ, સ્પોર્ટ બાઈક અથવા ફાયરની વચ્ચેથી એન્ટ્રી લેતા હતા, તેઓ હવે ગધેડા સાથે એન્ટ્રી લઈ રહ્યા છે.' આ ફની વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. શાહિદ કપૂર અને ફરહાન અખ્તર ગધેડા પર એન્ટ્રી લીધી ફિલ્મી દુનિયાના આ મેગા ઈવેન્ટમાં બોલિવૂડના આ સ્ટાર્સે ગધેડા પર સવાર àª
આઈફા 2022માં ફરહાન અખ્તર અને શાહિદ કપૂરની એન્ટ્રીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહિદ કપૂર કહ્યી રહ્યો છે કે, ‘જે લોકો એક સમયે હમર્સ, સ્પોર્ટ બાઈક અથવા ફાયરની વચ્ચેથી એન્ટ્રી લેતા હતા, તેઓ હવે ગધેડા સાથે એન્ટ્રી લઈ રહ્યા છે.’ આ ફની વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. 

શાહિદ કપૂર અને ફરહાન અખ્તર ગધેડા પર એન્ટ્રી લીધી 
ફિલ્મી દુનિયાના આ મેગા ઈવેન્ટમાં બોલિવૂડના આ સ્ટાર્સે ગધેડા પર સવાર થઈને એન્ટ્રી લીધી હતી. IIFA 2022 25મી જૂન 2022થી કલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થશે અને નિર્માતાઓએ આ ભવ્ય ઈવેન્ટનો ટીઝર વીડિયો શેર કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ વર્ષનો આઈફા એવોર્ડ અબુ ધાબીમાં યોજાયો હતો. જેમાં આ સ્ટાર્સે ગધેડા પર સવાર થઈને એન્ટ્રી લીધી. શાહિદ કપૂર અને ફરહાન અખ્તરના વીડિયોની વાત કરીએ તો તેને કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં શાહિદ કપૂર અને ફરહાન અખ્તર ગધેડા પર એન્ટ્રી લેતા જોવા મળે છે. શાહિદ કપૂરે કહ્યું, ‘જે લોકો એક સમયે હમર, સ્પોર્ટ બાઇક અથવા ફાયર સાથે એન્ટ્રી લેતા હતા, તેઓ હવે ગધેડા સાથે એન્ટ્રી લઈ રહ્યા છે.’
https://www.gujaratfirst.com/viral-social/news/shahid-kapoor-farhan-akhtar-arrived-on-a-donkey-watch-the-video-8380

ફરહાનના સવાલનો શાહિદનો જવાબ
આ અંગે ફરહાન અખ્તરે કહ્યું, ‘ગધેડા પણ આવું જ વિચારતા હશે. મારે કહેવું જોઈએ, સરસ સવારી.’ આ માટે શાહિદ કપૂર તેનો આભાર માને છે. પછી ફરહાન અખ્તરે ગધેડા તરફ ઈશારો કરીને શાહિદ કપૂરને પૂછ્યું કે તે કેટલું આપે છે? તો જવાબમાં શાહિદ કપૂરે કહ્યું- બે વાર સવારે અને બે વાર સાંજે. દૂધ આપે છે. 
લોકો મજેદાર કમેન્ટ કરી રહ્યાં છે 
મુંઝવણમાં મુકાયેલા ફરહાન અખ્તરે શું કરી રહ્યો છે? ત્યારે શાહિદ કપૂરે જવાબ આપ્યો – દૂધ. આ જોઈને દર્શકો દિલ ખોલીને હસે છે. શાહિદ કપૂર અને ફરહાન અખ્તરની એન્ટ્રીનો આ વિડિયો ચાહકોને ખૂબ જ ફની લાગ્યો અને ઇન્સ્ટાગ્રામ પર લોકોની કમેન્ટ્સ જોરદાર રીતે આવી રહી છે. એક યુઝરે લખ્યું- અત્યાર સુધી આ મારો ફેવરિટ આઈફા એવોર્ડ 2022 હતો.
Whatsapp share
facebook twitter