Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Shahdol: રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં ફ્યુલ ખૂટ્યું, ટેકઓફ ન થતા રાત રોકાવું પડ્યું

08:59 PM Apr 08, 2024 | VIMAL PRAJAPATI

Rahul Gandhi, Shahdol: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. જો કે, તેમાં અનેક હાસ્યાસ્પદ સમાચારો સામે આવી રહ્યાં છે. રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારમાં બીજેપી ઉમેદવારની તસવીર પણ જોવા મળી હતીં. જેને લઈને રાહુલ ગાંધી અને કોંગ્રેસના પ્રચાર સામે સવાલો ઉઠ્યા હતાં. બીજી તરફ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જ્યારે મધ્ય પ્રદેશના શહડોલમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. પરંતુ જ્યારે તેમનું હેલિકોપ્ટર શહડોલથી ટેકઓફ કરી શક્યું નહોતું. વિગતો એવી સામે આવી છે કે, તેમના હેલિકોપ્ટરમાં ફ્યુલ ઓછૂ હોવાથી ટેકઓફ નહોતું કરી શક્યું.

હેલિકોપ્ટર માટે જબલપુરથી વધારાનું ઈંધણ મેળવવામાં આવ્યું

નોંધનીય છે કે, સમસ્યાના ઉકેલ માટે જબલપુરથી ઈંધણ મંગાવવામાં આવ્યું હતું.મધ્યપ્રદેશમાં પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શહડોલમાં ટેકઓફ થઈ શક્યું ન હતું. ઈંધણ ઓછું હોવાથી હેલિકોપ્ટરને રોકવું પડ્યું હતું. જબલપુરથી વધારાનું ઈંધણ મેળવવામાં આવ્યું છે. ત્યાં સુધી રાહુલને શાહડોલમાં સૂર્યા ઈન્ટરનેશનલ હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઈંધણની અછતને કારણે તેમને હોટલમાં રોકાવું

તમને જણાવી દઈએ કે, આ દરમિયાન સૂર્યા ઇન્ટરનેશનલ હોટેલમાં રાહુલ ગાંધીના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની જાહેર સભાઓને સંબોધિત કરવાનો કાર્યક્રમ સોમવારે નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં મંડલા અને શહડોલનો સમાવેશ થાય છે. જાહેર સભા બાદ તેઓ શાહડોલમાં બાણગંગા મેળા મેદાન પહોંચ્યા, પરંતુ ઈંધણની અછતને કારણે તેમને હોટલમાં રોકાવું પડ્યું. સુરક્ષાના કારણોસર અહીં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

બીજેપીએ કોંગ્રેસની મજાક ઉડાવી

રાહુલ ગાંધી સોમવારે ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશ ગયા હતાં. અહીં પણ તેમની ચૂંટણી પ્રચારમાં બીજેપી ઉમેદવાર ફગ્ગન સિંહની તસવીર જોવા મળી હતીં. આ બાબતે ભાજપે કોગ્રેસની ભારે મજાક પણ ઉડાવી હતી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું હતું કે, કોંગ્રેસ ચૂંટણીને લઈને પણ ગંભીર નથી, એવું લાગે છે કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હાર સ્વીકારી લીધી છે.’

આ પણ વાંચો: Election 2024: લ્યો બોલો! રાહુલ ગાંધીનો આવો પ્રચાર? લેવો પડ્યો બીજેપીનો સહારો

આ પણ વાંચો: Rajkot : ડો. ભરત બોઘરાએ જાહેરજીવન છોડવાની કેમ બતાવી તૈયારી?

આ પણ વાંચો: Lok Sabha Election 2024: અમેઠીનું આ ગામ કોંગ્રેસને નહીં આપે મત, જાણો શું છે કારણ?