+

Shah Rukh Khan : કિંગ ખાન અમદાવાદની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે કારણ ?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ગઈકાલે એટલે કે મંગળવારે IPL ની Qualifier 1 મેચ રમાઈ હતી. આ મેચ KKR અને SRH વચ્ચે રમાઈ હતી. આ મેચને કોલકાતા નાઈટ…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ગઈકાલે એટલે કે મંગળવારે IPL ની Qualifier 1 મેચ રમાઈ હતી. આ મેચ KKR અને SRH વચ્ચે રમાઈ હતી. આ મેચને કોલકાતા નાઈટ રાઈડર્સે 8 વિકેટથી જીતી હતી. આ મેચને જોવા માટે બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) પણ પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. દરમિયાન, અભિનેતા શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થતા આજે બપોરે શહેરની પ્રતિષ્ઠિત KD હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, અભિનેતા શાહરૂખ ખાનની હાલ સારવાર ચાલી રહી છે.

સૌજન્ય : Google

મેચ દરમિયાન 40 થી વધુ દર્શકોને હીટ સ્ટ્રોકની અસર

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે મંગળવારે IPL ની Qualifier 1 મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. આ મેચને જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો મેદાનમાં પહોંચ્યા હતા. જ્યારે, બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ પરિવાર સાથે આ મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા. જણાવી દઈએ કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ ગરમીએ કહેર વર્તાવ્યો છે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે ગઈકાલે મેચ દરમિયાન 40 થી વધુ દર્શકોને હીટ સ્ટ્રોકની (Heat Stroke) અસર થતાં ઇમરજન્સી સર્વિસ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. જ્યારે, કિંગ ખાનને પણ ડિહાઇડ્રેશનની (Dehydration) અસર થતા હોસ્પિટલ લઈ જવાયા છે.

સૌજન્ય : Google

શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થતા KD હોસ્પિટલ લઈ જવાયા

અમદાવાદમાં હાલ 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે. ત્યારે, ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની મેચ જોવા આવેલા બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થતા આજે બપોરે શહેરની પ્રતિષ્ઠિત KD હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, હાલ તેમની સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે, શાહરૂખ ખાન છેલ્લા બે દિવસથી અમદાવાદમાં છે. મેચની વાત કરીએ તો કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું. શ્રેયસ અને વેંકટેશ ઐયરની અણનમ ફિફ્ટીની ઇનિંગની મદદથી 13.4 ઓવરમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું.

 

આ પણ વાંચો – Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

આ પણ વાંચો – Ahmedabad એરપોર્ટ પર IPL ની 3 ટીમો પહોંચે તે પહેલા પહોંચ્યા આતંકવાદી અને અચાનક…

આ પણ વાંચો – RR vs KKR ની મેચ વરસાદમાં ધોવાઈ, જાણો ફાઈનલનું સમીકરણ

Whatsapp share
facebook twitter