+

SGVP : રાજ્યના પોલીસ અધિકારીઓ અને ITC કંપનીના અધિકારીઓ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચ યોજાઈ

અમદાવાદના (Ahmedabad) SGVP ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પોલીસ અધિકારીઓ અને ITC કંપનીના અધિકારીઓ વચ્ચે ક્રિકેટ મેચનું (Cricket Match) આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ મેચમાં IPS સહિત રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓએ…

અમદાવાદના (Ahmedabad) SGVP ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પોલીસ અધિકારીઓ અને ITC કંપનીના અધિકારીઓ વચ્ચે ક્રિકેટ મેચનું (Cricket Match) આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ મેચમાં IPS સહિત રાજ્યના સિનિયર પોલીસ અધિકારીઓએ (Gujarat Police) હળવા માહોલમાં મેચનો આનંદ માણ્યો હતો. અધિકારીઓ વચ્ચે 25-25 ઓવરની ફ્રેન્ડલી મેચ યોજાઈ હતી, જેમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય (DGP Vikas Sahay) પણ ક્રિકેટમાં જોડાયા હતા.

અમદાવાદના (Ahmedabad) SGVP ગ્રાઉન્ડ ખાતે આજે ITC કંપનીના અધિકારીઓ અને રાજ્યના IPS સહિત પોલીસ અધિકારીઓ વચ્ચે એક ક્રિકેટ મેચનું (Cricket Match) આયોજન કરાયું હતું. IPS સહિત રાજ્યના સિનિયર અધિકારીઓએ હળવા માહોલમાં કિક્રેટ મેચનો આનંદ માણ્યો હતો. રાજ્યના ડીજીપી વિકાસ સહાય (DGP Vikas Sahay) પણ આ મેચમાં જોડાયા હતા અને ગ્રાઉ્ન્ડ પર ફિલ્ડિંગની સાથે બોલિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. આ સાથે ડીજીપી બલ્લેબાજી કરતા પણ જોવા મળ્યા હતા. સ્ટ્રેસવાળા વર્કિગના માહોલમાં રહેતા પોલીસ અધિકારીઓ એક દિવસ ક્રિકેટ મેચ રમીને હળવાશનો અનુભવ કર્યો હતો અને તેઓ ખૂબ જ અંદાજમાં જોવા મળ્યા હતા. માહિતી મુજબ, અમદાવાદ SGVP ગ્રાઉન્ડ ખાતે રમાયેલ આ ક્રિકેટ મેચમાં રાજ્યના સિનિયર અધિકારીઓની ટીમ વિજેતા બની હતી. આ મેચ શારીરિક ફિટનેસની પ્રેરણા સ્વરૂપે પણ મહત્ત્વની બની હતી.

ડીજીપી વિકાસ સહાય

સોસાયટી સાથે એક સેતુ બાંધવાનો પ્રયાસ : વિકાસ સહાય

ગુજરાત પોલીસ ડીજીપી વિકાસ સહાયએ ( DGP Vikas Sahay) કહ્યું હતું કે, ગયા વર્ષે પણ IPS 11 અને ITC 11 વચ્ચે એક ફ્રેન્ડલી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ આ પ્રકારનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. SGVP દ્વારા ગ્રાઉન્ડ આપવા બદલ અને આઈટીસીના અધિકારીઓનો આભાર વ્યકત કરું છું. યંગ આઈપીએસ અધિકારીઓનો મેચ રમતા જોઈ ખૂબ જ આનંદ થયો. તેમણે કહ્યું કે, સોસાયટી સાથે એક સેતુ બાંધવાનું આ એક સરસ આયોજન છે.

 

આ પણ વાંચો – Ravichandran Ashwin : ટેસ્ટ મેચની વચ્ચેથી અચાનક ઘરે ગયો રવિચંદ્રન અશ્વિન, જાણો શું છે મામલો ?

Whatsapp share
facebook twitter