+

Sabarkantha: ભૂતપૂર્વ પદાધિકારીઓએ લોકો પાસેથી લાખો રૂપિયા લઈ પોતાનાં જ સગાંઓની ભરતી કરી !

અહેવાલ -અહેવાલ  – યશ ઉપાધ્યાય -સાબરકાંઠા  Sabarkantha : સાબરકાંઠા ( Sabarkantha) જિલ્લામાં આવેલી સરકારી સંસ્થાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ચેરમેન કે ડિરેક્ટર બની કરોડો રૂપિયા ભરતીમાં લઈ પોતાના સગાઓને ગોઠવી દેવામાં…

અહેવાલ -અહેવાલ  – યશ ઉપાધ્યાય -સાબરકાંઠા 

Sabarkantha : સાબરકાંઠા ( Sabarkantha) જિલ્લામાં આવેલી સરકારી સંસ્થાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ચેરમેન કે ડિરેક્ટર બની કરોડો રૂપિયા ભરતીમાં લઈ પોતાના સગાઓને ગોઠવી દેવામાં આવ્યા હોવાની ચર્ચાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં અનેક શંકા કુશંકાઓ પ્રસરી રહી છે જાણો શું  છે  સમગ્ર મામલો..

સોશિયલ મીડિયામાં જણાવ્યા મુજબ જિલ્લાના એક ગ્રુપમાં વાયરલ થયેલ વિગતો મુજબ સાબરકાંઠા (Sabarkantha )જિલ્લામાં અને સાબરડેરીમાં અને માર્કેટિંગ યાર્ડમાં ભૂતકાળમાં જે લોકો એ ચેરમેને પદ અને ડિરેક્ટર પદ ભોગવ્યું છે તેઓએ પોતાના સગાઓને જ ધ્યાનમાં રાખીને જ ભરતી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એટલું જ નહીં પણ આ લોકોએ ભરતીની પ્રક્રિયા શરૂ કરતાં અગાઉ કેટલાક લોકો પાસેથી લગભગ 30 થી 40 લાખ રૂપિયા લઇ લીધા છે તેમ છતાં તેમની ભરતી કરી નથી અને પોતાના સગાઓને કાકાનો દીકરો, મામાનો દીકરો ,જમાઈ ,જમાઈ નો છોકરો,જમાઈ ની દીકરી, જમાઈનો ભાઈ આવી રીતે આડકતરી રીતે આ લોકોએ ભરતી કરી સરકારી સંસ્થાઓ ઉપર પોતાનો કબજો જમાવવી લીધો છે.

જેના લીધે હવે તો લોકો એવું માની રહ્યા છે આ બધી સહકારી સંસ્થાઓ ક્યાં સુધી ચાલશે? જે કહેવું મુશ્કેલ છે તો બીજી તરફ ગામડાઓમાં ચર્ચા થઈ રહી છે એ દૂધનો ધંધો પોષણક્ષમ ભાવ વાળો નથી એટલે ઘણા પશુ ઉત્પાદકો એ પોતાના પશુઓનો વ્યવસાય છોડી અન્ય ધંધા તરફ પડી ગયા છે જેના લીધે આગામી વર્ષોમાં દૂધના ભાવમાં ખૂબ જ કાપ આવે તેવું દેખાઈ રહ્યું છે તેમજ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે અનાજ આપી રહેલા ખેડૂતોમાં તેમજ તેમના પરિવારમાં પણ પોતાના બાળકોને લઈ વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે .

સાબરકાંઠા બેંક સહિતની અન્ય સંસ્થાઓ દ્વારા કરોડો રૂપિયાના ધીરાણા પર રહ્યા છે તેમાં કેટલા કિસ્સાઓમાં એવું છે કે જે લોકો પાસે જમીન કે ઘર નથી તેવા લોકોને પશુઓ તેમજ જમીન ખરીદવા માટે એક થી બે લાખ રૂપિયાનો ધિરાણ આપવાનો શરૂ કરાવ્યું છે તો શું આ પૈસા ધિરાણ કરનારાઓ ધિરાણ લેનાર પાસેથી ભરતભાઈ કરશે કે નહીં તે કેવું હાલના તબક્કે મુશ્કેલ છે પણ એટલું ચોક્કસ છે કે સરકારની આ યોજનાઓ હેઠળ પશુપાલકો અને ગામડાના ખેડૂતો તથા પોતાની બચત ના રૂપિયા સહકારી સંસ્થાઓ કે બેંકમાં મૂકીને સલામતી અનુભવી રહ્યા છે તો આગામી દિવસોમાં જે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સરકાર કોના પર કેટલો કંટ્રોલ કરે છે અથવા તો કોને કેટલી સજા કરે છે અને જો ખોટું થયું હોય તો તેવા લોકો સામે પગલાં કે નહીં તે સમય બતાવશે.

આ  પણ  વાંચો – Arjun Modhwadia: અર્જૂન મોઢવાડિયાને ભાજપ આ લોકસભા બેઠક પરથી ઉતારશે ચૂંટણી મેદાનમાં ?

 

Whatsapp share
facebook twitter