+

Mozambique: મોઝામ્બિક દરિયાકાંઠે ઓવરલોડેડ બોટ પલટી, 97 લોકોના થયા મોત

Mozambique: વિશ્વમાં ક્યાક યુદ્ધ તો ક્યાર ભૂકંપનો માહોલ સર્જાયેલો છે. અત્યારે મોઝામ્બિકથી ખુબ જ દુઃખના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે મોઝામ્બિકના દરિયાકાંઠે ઓવરલોડેડ બોટ પલટી જતાં 97 લોકોના…

Mozambique: વિશ્વમાં ક્યાક યુદ્ધ તો ક્યાર ભૂકંપનો માહોલ સર્જાયેલો છે. અત્યારે મોઝામ્બિકથી ખુબ જ દુઃખના સમાચાર સામે આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે મોઝામ્બિકના દરિયાકાંઠે ઓવરલોડેડ બોટ પલટી જતાં 97 લોકોના મોત થયા હતા. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. મોઝામ્બિકના ઉત્તરી પ્રાંત નામપુલાના પ્રશાસક સિલ્વિરો નાઉટોએ જણાવ્યું હતું કે બોટ, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા, તે મોઝામ્બિક ટાપુ નજીકના ઉત્તરીય લુંગા જિલ્લામાંથી સફર કરી રહી હતી.

કોલેરા ફાટી નીકળવાની ખોટી માહિતીને કારણે બની દુર્ઘટના

આ મામલે વધુ વિગતે વાત કરવામાં આવે તો કોલેરા ફાટી નીકળવાની ખોટી માહિતીને કારણે 130 મુસાફરો આરોગ્ય સંભાળ માટે અન્યત્ર ભાગી ગયા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને અન્યની શોધ ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે બોટને સફર કરવામાં મુશ્કેલી પડી હતી. રવિવારે 91 અને સોમવારે છ મૃતદેહ મળી આવ્યા હતા. 40 મૃતદેહોને કાં તો ટાપુ અથવા મુખ્ય ભૂમિ પર લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોને દફનાવવાનું કામ ચાલી રહ્યું છે. મોઝામ્બિક જાન્યુઆરીથી તેના ઉત્તરીય પ્રદેશમાં કોલેરાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આરોગ્ય સંકટની અસર પડોશી દેશો જેમ કે ઝામ્બિયા અને માલાવી પર પણ પડી છે.

ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હતા

માડિયા સાથે વાત કરતા નામપુલામાં રાજ્ય સચિવ જેમી નેટોએ કહ્યું કે, હોડી જોરદાર મોજાથી અથડાઈ શકતી હતી. તેમણે એવા પણ અહેવાલ આપ્યા કે, કોલેરાની ખોટી માહિતીને કારણે બોટ તેની ક્ષમતા કરતાં વધુ ભરાઈ ગઈ હતી. એક સમયે આટલા મુસાફરોને લઈ જવા માટે બોટ યોગ્ય ન હતી. માડિયા સાથે વાદ કરતા તેમણે કહ્યું કે, કોલેરા વિશે ખોટી માહિતીના કારણે આટલા લોકો બોટમાં ચડી ગયા હતા. બોટ આટલા લોકોને લઈ જવા તૈયાર ન હતી અને આખરે તે ડૂબી ગઈ. પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટાનામાં 97 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યાં છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયા બે bomb blasts, ત્રણના મોત અને 20 લોકો ઘાયલ

આ પણ વાંચો: Israeli Woman Moran: ઇઝરાયેલી મહિલાએ ભારતનાં કર્યા ભરપૂર વખાણ, કહ્યું – ભારતે સાચી મિત્રતા નિભાવી

Whatsapp share
facebook twitter