Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ramban Accident: શ્રીનગરમાં સર્જાયો ગંભીર અકસ્માત, SUV કાર ખીણમાં ખાબકતા 10 ના મોત

11:28 AM Mar 29, 2024 | VIMAL PRAJAPATI

Ramban Accident: જમ્મુ-કાશ્મીરના શ્રીનગર હાઈવે પર શુક્રવારે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી વિગતો પ્રમાણે આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના થતાની સાથે પોલીસ અને એનડીઆએફની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતીં. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી, જેમાં દસ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

આ અકસ્માત વિશે વિગતો આપતા અધિકારીએ જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને લગભગ 1.15 વાગ્યે રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે બચાવ કામગીરી યથાવત છેઃ પોલીસ અધિકારી

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાત્રે 1 વાગ્યાની આસપાસ SUV કાર ખાઇમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોતના સમાચાર સામે આવ્યાં છે. અત્યારે પોલીસની ટીમ આ મૃત્તકોની લાશને બહાર કાઢવાની કામગીરી કરી રહીં છે.

આ પણ વાંચો: મુખ્તાર અન્સારીના મૃત્યું બાદ પુત્રએ કહ્યું, મારા પિતાને જેલમાં Slow Poison અપાતું હતું

આ પણ વાંચો: Weather Update: ભારતમાં વિવિધ ઋતુનો અનુભવ, ક્યાંક હીટવેવ તો ક્યાંક વરસાદ અને અતિવૃષ્ટીની આગાહી

આ પણ વાંચો: South Africa Bus Accident: દક્ષિણ આફ્રિકામાં એક બસને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 45 લોકોને કરુણ મોત