Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પતંજલિના દિવ્ય દંત મંજનમાં સમુન્દ્રા ફેન માછલીનો ઉપયોગ કરાતો હોવાનો ગંભીર આરોપ

11:43 PM May 30, 2023 | Vipul Pandya
દેશ વિદેશમાં યોગ અને આયુર્વેદ તથા સ્વદેશી ઉત્પાદનોનો ઢોલ પીટતા બાબા રામદેવની પતંજલિ દ્વારા નિર્મીત દિવ્ય દંત મંજનમાં માછલીનો ઉપયોગ કરાતો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ પ્રકારનો ગંભીર અને ચોંકાવનારો આરોપ લાગતા  યોગ અને આયુર્વેદ દ્વારા પ્રચાર કરીને પતંજલિ નામની કંપની દ્વારા અનેક પ્રોડક્ટ બનાવતાં બાબા રામદેવની બેવડી માનસિક્તા ખુલ્લી પડી ગઇ છે.
દંત મંજનમાં  કટલફિશ જેવા નોન-વેજિટેરિયન ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી રહી છે
 જેમને સ્વદેશી ઉત્પાદનો પસંદ છે અને તેમાં વિશ્વાસ ધરાવે છે તથા શુદ્ધ શાકાહારી છે તેવી વ્યક્તિઓ બાબા રામદેવની પતંજલિ દ્વારા નિર્મીત ઉત્પાદનોમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે.  ઘણા ગ્રાહકો તેની શુદ્ધતામાં આંધળો વિશ્વાસ કરે છે, પરંતુ હાલમાં જ પતંજલિ સાથે જોડાયેલા સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પતંજલિ પર ગંભીર આરોપ છે કે કંપની તેના દંત મંજનમાં  કટલફિશ જેવા નોન-વેજિટેરિયન ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી રહી છે. લાખો લોકો બાબા રામદેવ અને પતંજલિ પર વિશ્વાસ અને ભરોસો રાખીને પતંજલિના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે અને તેમની જ એક પ્રોડક્ટ દિવ્ય દંતમંજનમાં આ પ્રકારે માંસાહારી ઘટકનો ઉપયોગ કરીને હજારો ગ્રાહકોની આંખમાં ધુળ નાંખવાનો પ્રયાસ કરાયો છે.

પતંજલિને મોકલાઇ કાનૂની નોટિસ
અહેવાલો મુજબ બાબા રામદેવની પતંજલિને તેની એક ડેન્ટલ પ્રોડક્ટ, દિવ્ય દંત મંજનમાં માંસાહારી ઘટકોના કથિત ઉપયોગને લઈને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ એડવોકેટ શાશા જૈન દ્વારા જારી કરવામાં આવી છે. તેમની નોટિસમાં, તેમણે પતંજલિ પાસેથી સ્પષ્ટતા માંગી છે કે શા માટે કંપની શાકાહારી તરીકે લેબલવાળી પ્રોડક્ટમાં સમન્દ્રા ફેન/કટલફિશ જેવા નોન-વેજિટેરિયન ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરી રહી છે.
સમન્દ્રા ફેનનો કપટપૂર્વક ઉપયોગ
શાશા જૈને પતંજલિની પ્રોડક્ટને ગ્રીન લેબલ કરીને સમુદ્ર ફેનના ભ્રામક ઉપયોગ અંગે સ્પષ્ટતા માંગી છે. શાશા જૈને આ નોટિસ અને તમામ દસ્તાવેજો ટ્વિટર પર શેર કર્યા છે. આ સાથે તેમણે કહ્યું, “મારા ધ્યાનમાં આવ્યું છે કે તમારી કંપની લીલા રંગના નિશાની સાથે દિવ્યા દંત મંજન  શાકાહારી હોવાનો સંકેત આપી રહી છે, પરંતુ તે જ સમયે તેમાં સમન્દ્રા ફેનનો પણ કપટપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

લેબલિંગના નિયમોનું પણ ઉલ્લંઘ
જૈને નોટિસમાં જણાવ્યું હતું કે ઉત્પાદનમાં માંસાહારી ઘટક સમુદ્ર ફેનનો ઉપયોગ અને તેને શાકાહારી ઉત્પાદન તરીકે વેચવાથી ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન થાય છે અને ઉત્પાદનોની આ શ્રેણી માટે લેબલિંગના નિયમોનું પણ ઉલ્લંઘન થાય છે.
પતંજલિ તરફથી માગી સ્પષ્ટતા
જૈને કાનૂની નોટિસમાં જણાવ્યું હતું કે, તેમના પરિવારના કેટલાક સભ્યો, સંબંધીઓ, સહકાર્યકરો અને મિત્રો પતંજલિના ‘દિવ્ય દંત મંજન’નો ઉપયોગ કરે છે અને જ્યારે તેમને પ્રોડક્ટના ભ્રામક ઉપયોગ વિશે જાણ થઈ ત્યારે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. તે પોતે પણ કંપનીના ઘણા ઉત્પાદનોના ઉપયોગકર્તા છે પરંતુ હવે, તે પતંજલિ ઉત્પાદનોનો ઉપયોગ કરીને અસ્વસ્થતા અનુભવી રહી છે. તેમણે કહ્યું કે  જ્યાં સુધી તેમને આ બાબતે પતંજલિ તરફથી સ્પષ્ટતા નહીં મળે ત્યાં સુધી તેમની અસહજતા ચાલુ રહેશે.
નૈતિકતા અને પારદર્શિતાના સર્વોચ્ચ ધોરણો જાળવવાની અપેક્ષા
જૈને વધુમાં ઉમેર્યું હતું કે, “પતંજલિ પાસે નૈતિકતા અને પારદર્શિતાના સર્વોચ્ચ ધોરણો જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે. સમન્દ્રા ફેન, જે એક માછલી છે, તે ઉત્પાદન માટે લીલા ચિહ્નનો ઉપયોગ આ ધોરણોની વિરુદ્ધ છે.” જૈને આ નોટિસ મળ્યાના 15 દિવસમાં કંપની પાસેથી ખુલાસો માંગ્યો છે. જેમાં નિષ્ફળ જવા પર કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કટલફિશ તરીકે પણ ઓળખાય છે
ટ્વિટર પર એડવોકેટ દ્વારા અપલોડ કરવામાં આવેલા ચિત્રો મુજબ, પતંજલિના ઉપરોક્ત ઉત્પાદનમાં ઘટકોની સૂચિમાં ‘સમુન્દ્રા ફેન’ (સેપિયા ઑફિસિનાલિસ) છે, જે સામાન્ય રીતે કટલફિશ તરીકે પણ ઓળખાય છે.