Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હૈદરાબાદમાં ગંભીર અકસ્માત, કાર ચાલકે ત્રણ મહિલાઓને મારી ટક્કર

10:45 AM Jul 05, 2023 | Dhruv Parmar

હૈદરાબાદમાં મંગળવારે સવારે ત્રણ મહિલાઓ જ્યારે મોર્નિંગ વોક પર જઈ રહી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે પાછળથી તેમને ટક્કર મારી હતી.

અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ત્રીજી મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં વીડિયોમાં જોવા મળે છે કે પૂરપાટ વેગે આવતી કારચાલકે રસ્તા પર નિયંત્રણ ગુમાવ્યું હતું, જેમાં કાર ત્રણ લોકોને ટક્કર મારી હતી. ત્રણ લોકોને ટક્કર માર્યા પછી કાર વૃક્ષો સાથે જોરથી ટકરાયું હતું, જ્યારે આ અકસ્માતમાં ઘટનાસ્થળે ત્રણ જણના મોત થયા હતા. આ અકસ્માતમાં માતા, દીકરીનું મોત થયું હતું.

આ પણ વાંચો : મુંબઈ-આગ્રા હાઈવે પર 3 વાહનોને ટક્કર મારી ટ્રક હોટેલમાં ઘૂસી, 10 લોકોના મોત