Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મંદી બાદ શેર બજારમાં તેજી, સેન્સેક્સ પહેલીવાર 72 હજાર પર થયો બંધ

04:55 PM Dec 27, 2023 | Hiren Dave

આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જેના કારણે બજારના તમામ મુખ્ય સૂચકાંકો ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા છે. જ્યારે સેન્સેક્સ 72,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે, તો નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ટોચે પહોંચી ગયો છે. બેન્ક નિફ્ટી પણ નવી ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72,038 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 206 પોઈન્ટના ઉછાળા સાથે 21,647 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

 

સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી

સેમ્બર સિરીઝની એક્સપાયરી પહેલા માર્કેટમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેન્ક રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે ઓટો, મેટલ અને બેંકિંગ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. IT, રિયલ્ટી, ફાર્મા શેરોમાં ખરીદી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 701.63 પોઈન્ટ્સ એટલે કે 0.98 ટકાના વધારા સાથે 72,038.43 ના સ્તરે બંધ થયા છે.

 

હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટાટા મોટર્સ નિફ્ટીમાં ટોપ ગેનર હતા. જ્યારે ઓએનજીસી, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઇઝ, યુપીએલ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં ટોપ લૂઝર હતા. ઓઈલ એન્ડ ગેસ અને પાવર સિવાય તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. ઓટો, બેંક અને મેટલ ઈન્ડેક્સ 1 ટકા ઉપર છે.

 

સેક્ટરની સ્થિતિ

આજના ટ્રેડિંગમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે 600થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને બેન્ક નિફ્ટી 48,347ની નવી ટોચે પહોંચી હતી. બેન્ક નિફ્ટી 1.17 ટકા અથવા 557 પોઈન્ટના વધારા સાથે 48,282 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. આજના કારોબારમાં પણ મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઉછાળા સાથે અને 3 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 40 શૅર તેજી સાથે અને 10 ઘટાડા સાથે બંધ થયા હતા.

 

આ  પણ વાંચો-શું તમે PM HOUSE જોયું છે? દુનિયાનો નકશો, નટરાજની મૂર્તિ સહિત આ વસ્તુઓ વધારે છે શોભા…