+

Sela Tunnel Inauguration: ચીનની નાપાક હરકતો પર સરળતાથી બાજનજર રખાશે, Sela Tunnel તૈયાર છે

Sela Tunnel Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 માર્ચે એક દિવસ માટે અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન PM Modi Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. આ ટનલ દ્વારા…

Sela Tunnel Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 9 માર્ચે એક દિવસ માટે અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન PM Modi Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. આ ટનલ દ્વારા China border પર તવાંગ સુધી સરળતાથી પહોંચી શકાશે. PM Modi પશ્ચિમ કામેંગ જિલ્લામાં બૈસાખી પર આયોજિત કાર્યક્રમમાં Sela Tunnel નું ઉદ્ઘાટન કરશે. તે ઉપરાંત PM Modi લગભગ 20 વિકાસશીલ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

  • Sela Tunnel ના નિર્માણ (Sela Tunnel Inauguration) ની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં કરવામાં આવી
  • તે બલિપારા-ચારદુઆર-તવાંગ રોડનો એક ભાગ છે
  • Sela Tunnel અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં સ્થિત છે
  • Sela Tunnel Project બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા બનાવવામાં આવી
  • Sela Tunnel 13,000 ફૂટથી વધુ ઊંચાઈ પર વિશ્વની સૌથી લાંબી ટ્વીન-લેન ટનલ છે
  • Sela Tunnel Project માં 2 ટનલ અને 1 લિંક રોડનો સમાવેશ થાય છે
  • ટનલ-2 માં ટ્રાફિક માટે ટુ-લેન ટ્યુબ અને કટોકટીની સ્થિતિ માટે એસ્કેપ ટ્યુબ છે
  • 2 ટનલ વચ્ચેનો લિંક રોડ 1,200 મીટરનો રહેશે
  • બંને ટનલ સેલાની પશ્ચિમે બે શિખરોમાંથી પસાર થઈ રહી છે

સેલા ટનલનો શું ફાયદો થશે?

  • Sela Tunnel ને કારણે તેજપુરથી તવાંગ સુધીનો મુસાફરીનો સમય ઓછામાં ઓછો 1 કલાક ઓછો થશે
  • Sela Tunnel સૈન્ય અને નાગરિક બંને વાહનો માટે રૂટીંગ લોજિસ્ટિક્સમાં મદદ કરશે
  • LAC અને તવાંગ સેક્ટરની આગળના વિસ્તારોમાં હથિયારો અને સૈનિકોને સરળતા રહેશે

આ પણ વાંચો: National Creators Awards: જાહેર મંચ પર નારીનું સન્માન, PM મોદીએ ત્રણ વખત કર્યા પ્રણામ

 

Whatsapp share
facebook twitter