+

ઋષિ કપૂરને જોઈને ચાહકો થયા ભાવુક, પરેશ રાવલને કહ્યું- આભાર

બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંના એક એવા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઋષિ કપૂર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને થોડા સમય બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં તેમનું પાત્ર પાછળથી પરેશ રાવલે ભજવ્યું હતું. આ ફિલ્મ સિને પ્રેમીઓ અને ઋષિ કપૂરના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પà
બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંના એક એવા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઋષિ કપૂર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને થોડા સમય બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં તેમનું પાત્ર પાછળથી પરેશ રાવલે ભજવ્યું હતું. આ ફિલ્મ સિને પ્રેમીઓ અને ઋષિ કપૂરના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી શર્માજી નમકીન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ખરેખર શાનદાર છે. આ ટ્રેલર જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે.

ઋષિ અને પરેશ એક જ પાત્રમાં જોવા મળશે
એમેઝોન પ્રાઇમ વીડિયોએ ‘શર્માજી નમકીન’નું ટ્રેલર આજે રિલીઝ કર્યું છે. આ ફેમિલી એન્ટરટેનરમાં જૂહી ચાવલા, સુહેલ નય્યર, તારુક રૈના, સતીશ કૌશિક, શીબા ચઢ્ઢા અને ઈશા તલવાર,પરેશ રાવલ  સહિત સ્વગસ્થ ઋષિ કપૂર સહિતના સ્ટાર્સ જોવા મળે છે. હિન્દી સિનેમામાં પહેલીવાર ‘શર્માજી નમકીન’માં બે પીઢ કલાકારો ઋષિ કપૂર અને પરેશ રાવલ એક જ પાત્ર ભજવી રહ્યા છે. 
આ ફિલ્મ 31 માર્ચે રિલીઝ થશે
મસાલેદાર અને ઘણા બધા પ્રેમથી ભરપૂર, ટ્રેલરમાં  એક હૃદયસ્પર્શી વાર્તા અને નિવૃત્ત વિધુરની  તકલીફો દર્શાવાઇ છે જે પોતાને વ્યસ્ત રાખવા અને એકલતાથી દૂર રહેવા માટે ગમતું કામ કરે છે. જો કે, ઘણા સખત પ્રયત્નો પછી આખરે  ખુશી તેના જીવનમાં પ્રવેશે છે કારણ કે તેને મહિલાઓના કિટ્ટી પાર્ટીમાં જોડાયા પછી રસોઈ પ્રત્યેનો તેનો જુસ્સો  સમજાય છે. હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત અને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ હની ત્રેહાન અને મેકગુફીન પિક્ચર્સ હેઠળ નિર્મિત, ‘શર્માજી નમકીન’ 31 માર્ચે પ્રાઇમ વીડિયો પર વિશ્વના 240 દેશોમાં રિલિઝ  થશે. 
ઋષિ કપૂરનું પાત્ર પાછળથી પરેશ રાવલે ભજવ્યું
એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી શર્માજી નમકીનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ખરેખર શાનદાર છે. આ ટ્રેલર જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા છે.બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંના એક એવા ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઋષિ કપૂર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને થોડા સમય બાદ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આવી સ્થિતિમાં તેમનું પાત્ર પાછળથી પરેશ રાવલે ભજવ્યું હતું. 
ફિલ્મની વાર્તા શું છે
ફિલ્મની વાર્તા પર આવીએ તો 58 વર્ષીય વિધુર બી.જી. શર્મા નામની વ્યક્તિ આપણામાંની એક છે. એક દિવસ તે જે કંપનીમાં કામ કરતો હતો તેમાંથી તેને કાઢી મૂકવામાં આવે છે. તેમનું જીવન થંભી જાય છે. શર્મા નિવૃત્તિ નામના શેતાન સાથે ડીલ કરવા માટે સતત સંઘર્ષ કરે છે. તે જીવનને સુસંગત રહેવાના રસ્તાઓ શોધતો રહે છે, પરંતુ હંમેશા તેના  દીકરાઓ તેની આડે આવે છે. એક દિવસ, તે મહિલાઓના એક જૂથને મળે છે. કિટ્ટીની મહિલાઓ શર્માજીના શોખને ફરીથી જાગૃત કરે છે, રસોઈ બનાવવાનો તેમનો જુસ્સો અને આત્મવિશ્વાસ તેમને નવું જીવન જીવવમાં મદદ કરે છે.
જણાવી દઈએ કે ઋષિ કપૂરને ઓન સ્ક્રીન જોઈને ચાહકો ભાવુક થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે, જ્યારે ઉત્કૃષ્ટ પાત્ર ભજવવા બદલ પરેશ રાવલનો આભાર માને છે. આ ફિલ્મ સિને પ્રેમીઓ અને ઋષિ કપૂરના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. 
Whatsapp share
facebook twitter