Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક! ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ બોલાવી બેઠક

05:16 PM Nov 20, 2023 | Hiren Dave

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક જોવા મળી હતી પકડાયેલ યુવક અગાઉ પણ ત્રણ વાર આવુ કરી ચુક્યો છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચમા સુરક્ષા મુદ્દે ચૂક થતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ બેઠક બોલાવી છે.

વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સુરક્ષા ચૂક મુદ્દે ગૃહ રાજ્ય મંત્રીની બેઠક

મળતી માહિતી મુજબ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક જોવા મળી હતી. અચાનક કોહલીનો ફેન હોવાનું બહાનું કરીને ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયન યુવક પિચ પર આવી ચૂક્યો હતો. એક એક્ટિવિસ્ટ પિચ પર વિરાટ કોહલી સુધી આવી ગયો તે સુરક્ષા ચૂકની મોટી ઘટના છે. જો કે આ સમયે આ યુવકે પેલેસ્ટાઇનના સમર્થનમાં લખાણવાળું ટી-શર્ટ પહેર્યું હતું. તપાસમાં યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય તે યુવક ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. પોલીસે વેઇન જોન્સનની ધરપકડ કરી છે અને તેની સતત પૂછપરછ કરી રહી છે. તેવામાં હવે સિનિયર પોલીસ અધિકારી, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. જેમાં ખાસ કરીને વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સુરક્ષા મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂક મુદ્દો બેઠક બોલાવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઈમ JCP નિરજ બડગુજર, DCP ચૈતન્ય માંડલીક, ટ્રાફિક DCP સફિન હસન, તરુણ દુગ્ગલ, કાનન દેસાઈ સહિતના અધિકારીઓ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા છે.

 

વેન જ્હોન્સન નામનો યુવક ગ્રાઉન્ડ પર દોડી ગયો હતો

તપાસમાં યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું સામે આવ્યું હતું. આ સિવાય તે યુવક ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીને ભેટી પડ્યો હતો. યુવક જ્યારે ગ્રાઉન્ડ પર આવ્યો ત્યારે યુવાને મોઢા પર માસ્ક પહેર્યું હતું જે પેલેસ્ટાઈનના ઝંડાના રંગનો હતો. તેના કપડાં પર પેલેસ્ટાઈન તરફી કેટલાંક વાક્યો પણ લખેલા હતા. હવે સ્થાનિક પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિનું નામ વેઇન જોન્સન છે. તે ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેના પિતા ચીની છે અને માતા ફિલિપિન્સની છે. અગાઉ પણ આ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. અવારનવાર આ યુવક માનસિક રીતે બીમાર હોવાનું કહીને છૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

 

અગાઉ યુવક સામે ઓસ્ટ્રેલિયામાં 3 કેસ નોંધાયેલા છે

પોલીસે વેઇન જોન્સનની ધરપકડ કરી છે અને તેની સતત પૂછપરછ કરી રહી છે. પોલીસ વેઈનના હોટલ સ્ટેમાંથી તેની ટિકિટ જેવી અનેક બાબતોની તપાસ કરી રહી છે. પોલીસે વેઈનના મોબાઈલમાંથી એક વીડિયો પણ કબજે કર્યો છે, જેમાં તેણે ભારતીય ટી-શર્ટ પહેરેલી છે. આ વીડિયોમાં વેઈનની સ્ટેડિયમમાં એન્ટ્રીનો વીડિયો છે. કહેવામાં આવી રહ્યું છે કે વેઈન કોહલી પાસે પેલેસ્ટાઈનને મુક્ત કરવાની માંગ કરવા ગયો હતો.

 

આ  પણ  વાંચો –સુરેન્દ્રનગર વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો