Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં આગ લાગી કે લગાવવામાં આવી : અમિત ચાવડા

05:53 PM May 09, 2023 | Hardik Shah

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસમાં આગ મામલે સરકાર સામે સવાલ ઉઠાવતા અને આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતનું ભરતી કાંડ વ્યાપમ કાંડ કરતા પણ મોટું છે. તેમણે આગળ કહ્યું કે, કૌભાંડીઓને બચાવવા માટે ઓફિસમાં આગ લગાવવામાં આવી હતી.

કોંગ્રસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું?

ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન જ્યારે રોજગાર મેળવવા માટે સરકારી કચેરીમાં ફોર્મ ભરે છે અને જ્યારે પરિક્ષા યોજાય ત્યારે વારંવાર પેપર ફૂંટી જાય, ડમી કાંડ બહાર આવે, ડુપ્લિકેટ સર્ટિફિકેટના કાંડ બહાર આવે અને છેલ્લે જામનગરમાં જોયું કે જે રીતે આયોજનબદ્ધ રીતે પરિક્ષામાં ચોરીના કાંડ બહાર આવ્યા છે. કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે, જે રીતે મધ્યપ્રદેશમાં વ્યાપમ કાંડ થયો હતો તેવી જ રીતે જો તપાસ કરવામા આવશે તો ગુજરાતમાં ભરતીનું આ વ્યાપક કૌભાંડ છે. આ જ કારણ છે કે, ગુજરાતના યુવાનોમાં શંકાનું બીજ છે. એક બાજુ ડમી કાંડ પકડાતું હોય, પેપર કાંડ થયા હોય, ચોરી કાંડ થયા હોય, ડુપ્લિકેટ માર્કશીટના કાંડ થતા હોય, મોટા પ્રમાણમાં લોકો આ પદ્ધતિઓ, આ કૌભાંડનો લાભ લઇ અને સરકારમાં નોકરીઓમાં બેઠા હોય. તો તેની તપાસ થાય અને આ તપાસમાં ક્યાક પુરાવા બહાર આવી જાય ક્યાંક મોટા માથાઓની સંડોમણી બહાર ન આવી જાય ક્યાંક તથ્યો બહાર ન આવી જાય એટલા માટે આજે ગુજરાતના યુવાનોને લાગ્યું છે કે આવી આગ લાગી છે કે લગાવવામાં આવી છે જે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

અમિત ચાવડાએ સરકાર સમક્ષ શું કરી માંગણી ?

અમિત ચાવડાએ કહ્યું કે, અમારી ગુજરાતની સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે, છેલ્લા 27 વર્ષમાં જે પણ ભરતીઓ થઇ અને તેની સામે કાંડના આક્ષેપ થયા છે ત્યારે તેની તટસ્થ તપાસ થવી જોઇએ. સરકારે એસઆઈટીની રચના કરીને હાઈકોર્ટના જજના નેતૃત્વમાં આ સમગ્ર ભરતી કાંડની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. આ આગ જે ગાંધીનગરમાં લાગી છે ત્યારે ગુજરાતના યુવાધનને લાગી રહ્યું છે કે, શું ખરેખર આગ લાગી છે કે આગ લગાવવામાં આવી છે?

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં આવેલા કર્મચારી સેવા પસંગી મંડળની ઓફિસમાં આગ લાગવાનો બનાવબન્યો હતો. આગ લાગતા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર, શોર્ટ સર્કિટ થવાના કારણે ગૌણ સેવા પસંદગી ભવનની ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ જલ્દી જ આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આગ લાગવાની ઘટના બાદ દાવો કરવામાં આવ્યો કે, ઉત્તરવહીઓને કોઇ પણ પ્રકારનું નુકસાન થયું નથી. જેથી જે પરિક્ષાઓનું આયોજન જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી તેની તમામ ઉત્તરવહીઓ અને સામાન સુરક્ષિત હોવાનો દાવો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – ‘ધ કેરાલા સ્ટોરી’ દેશની સચ્ચાઇ છે અને સચ્ચાઇની લોકોને જાણ થવી જરુરી—કાજલ હિન્દુસ્તાની

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ