+

રેવન્યુ વિભાગમાં બદલી-બઢતીની મોસમ, 55 મામલતદારની બદલી

રેવન્યુ વિભાગમાં બદલી, બઢતીની મોસમ 55 મામલતદારની બદલી કરવામાં આવી 162 નાયબ મામલતદારને અપાઈ બઢતી   ગુજરાતમાં હાલ બઢતી અને બદલીઓની મોસમ ખીલી રહી હોય તેમ એક પછી એક વિભાગમાં…

રેવન્યુ વિભાગમાં બદલી, બઢતીની મોસમ
55 મામલતદારની બદલી કરવામાં આવી
162 નાયબ મામલતદારને અપાઈ બઢતી

 

ગુજરાતમાં હાલ બઢતી અને બદલીઓની મોસમ ખીલી રહી હોય તેમ એક પછી એક વિભાગમાં બદલી, બઢતી અને ભરતીની જાહેરાતો થવા લાગી છે. જેમાંથી હવે રેવન્યુ વિભાગ પણ બાકાત નથી અને આ વિભાગમા પણ મોટાપાયે બદલી થઈ છે. આજે મોડી રાતે ઉચ્ચ કક્ષાએથી બદલી-બઢતીના આદેશ છુટ્યા છે.જેમાં 55 મામલતદારની બદલી અને 161 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે. આમ સાંગમટે બદલીને લઈને હાલ આ ફેરફાર ચર્ચામા આવ્યો છે.

 

161 નાયબ મામલતદાર બઢતી અને બદલી

સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 161 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપતા આ અધિકારીઓના ઘરે લાપસીના આંધણ મુકાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 

 

 

રેવન્યુ વિભાગમાં બઢતી-બદલીની  વિગતો  નીચે મુજબ 

 

 

 

આ  પણ  વાંચો-GANDHINAGAR: વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી સાથેની બેઠકમાં ST નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ

 

Whatsapp share
facebook twitter