+

Army In Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્વારા 3 દિવસથી સર્ચ ઓપરેશન કાર્યરત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં ભારતીય સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન સતત કાર્યરત જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓ માટે ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન ત્રીજા દિવસથી સતત ચાલુ છે. હાલમાં, રાજૌરી અને પુંછમાં…

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં ભારતીય સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન સતત કાર્યરત

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં આતંકવાદીઓ માટે ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન ત્રીજા દિવસથી સતત ચાલુ છે. હાલમાં, રાજૌરી અને પુંછમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્રણ દિવસ સુધી ઓપરેશન દરમિયાન આતંકવાદીઓના કોઈ સમાચાર ન મળ્યા બાદ, લશ્કરી અધિકારીઓને શંકા છે કે આતંકવાદીઓ આ વિસ્તારમાંથી ભાગવામાં સફળ થયા છે. આજે પણ ગ્રાઉન્ડ ઓપરેશનની સાથે સુરક્ષા દળ ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી રાજૌરી અને પૂંછના ગાઢ જંગલોમાં આતંકીઓની શોધમાં ઓપરેશન ચાલું રાખ્યું છે.

ભારતીય સૈન્ય દ્વારા ડ્રોન સાથે હેલિકોપ્ટરની મદદથી સુરક્ષા કડક કરવામાં આવી

21 ડિસેમ્બરે પૂંછ જિલ્લામાં આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. ત્યાર પછી 22 ડિસેમ્બરે ત્રણ લોકો શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી. ભારતીય સુરક્ષા દળ દ્વારા આતંકવાદીઓને શોધવા માટે હેલિકોપ્ટરની સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. સાથે જ સેનાએ ગ્રાઉન્ડ સર્ચ ઓપરેશનને કડક કરી દીધું છે. ભારતીય સૈન્યએ હુમલાની કેટલીક કડીઓ મેળવવા માટે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા એક ડઝન સ્થાનિક લોકોની અટકાયત કરી છે.

આ વર્ષ દરમિયાન શહિદો અને આતંકીઓના મોતના આંકડા

સેનાના અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ, SOG અને CRPF ની મદદથી આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજૌરી-પુંછમાં આતંકવાદી હુમલાની સંખ્યામાં ભારે વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 24 સુરક્ષા જવાનો શહીદ થયા છે. ભારતીય સુરક્ષા દળની કાર્યવાહીમાં 28 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.

આ પણ વાંચો: Ram Mandir: જાણો… રામ મંદિરના નિર્માણમાં કોણ મુખ્ય આર્કિટેક રહ્યાં છે ?

 

Whatsapp share
facebook twitter