Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SCOTLAND : ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો ,ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા

10:30 AM Sep 30, 2023 | Hiren Dave

બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવામાં  આવ્યા હતા.ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તાએ જણાવ્યું કે તેમાંથી કેટલાકને ખબર પડી કે દોરાઈસ્વામીએ આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મીટિંગ કરવાની યોજના બનાવી છે.

 

ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો 

ખાલિસ્તાની સમર્થકે કહ્યું, ‘કેટલાક લોકો આવ્યા અને તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ ચાલ્યા ગયા. હળવો બોલાચાલી થઈ હતી. મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી જે બન્યું તેનાથી બહુ ખુશ છે. પરંતુ બ્રિટનના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે યુકે અને ભારત વચ્ચેની મિલીભગતથી કંટાળી ગયા છીએ. હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તાજેતરના તણાવને કારણે બ્રિટિશ શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે અવતાર સિંહ ખાંડા અને જગતાર સિંહ જોહલ સાથે પણ સંબંધિત છે.

 

 

અગાઉ પણ આ પ્રકારનું કામ કર્યું

કેનેડા અને બ્રિટનના ઘણા શહેરોમાં શીખોની વસ્તી ઘણી વધારે છે અને ગુરુદ્વારા આ સમુદાયનું કેન્દ્રબિંદુ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સરેના ગુરુદ્વારાનો પ્રમુખ હતો. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકો રોષે ભરાયા છે. ખાલિસ્તાની સમર્થકો માટે શુક્રવારે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂક કોઈ નવી વાત નથી.

બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકો આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યા છે. આ વર્ષે માર્ચમાં બ્રિટિશ રાજધાની લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર પણ હુમલો થયો હતો. ખાલિસ્તાની ધ્વજ લઈને અહીં પહોંચેલા ટોળાએ હાઈ કમિશન બિલ્ડિંગ પરથી ભારતીય ધ્વજ ઉતારી લીધો હતો અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારતે પણ બ્રિટન સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

 

સુનકે ખાલિસ્તાનના મુદ્દે ટિપ્પણી કરી

આ મહિને જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા ત્યારે તેમણે ખાલિસ્તાનના મુદ્દે પહેલીવાર ટિપ્પણી કરી અને કહ્યું હતું કે બ્રિટનમાં કોઈપણ પ્રકારની હિંસા સ્વીકારવામાં આવશે નહીં.તમને જણાવી દઈએ કે આ વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને બે માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ સરેમાં ગુરુદ્વારાની પાર્કિંગ જગ્યા પાસે ગોળી મારી હતી. તેમની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાન સમર્થકો કેનેડા, બ્રિટન અને અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ  પણ  વાંચો –અભિવ્યક્તિની સ્વતંત્રતા શું છે તે આપણે અન્ય લોકો પાસેથી શીખવાની જરૂર નથી : S JAISHANKAR