Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

School safety program: છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓને કુદરતી આફતો પર તાલીમ આપવામાં આવી

08:34 PM Jan 31, 2024 | Aviraj Bagda

School safety program: છોટા ઉદેપુર જીલ્લાની primary school માં કુદરતી અને માનવસર્જિત આપદાઓ વિષયક વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત અને આગ જેવી બહુવિધ આપત્તિઓ સર્જાતી હોય છે. આ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ કેવી રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  • કુલ 35 વધુ પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરાયું
  • Disaster વિભાગના D.H. Patel એ કાર્યક્રમને સંબોધન આપ્યું
  • કાર્યક્રમના સંચાલનમાં જિલ્લા અધિકારીઓનો ફાળો

કુલ 35 વધુ પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરાયું

School safety program

જો કે આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી અંતર્ગત કરાયું હતું. 28 જાન્યુ. થી છોટા ઉદેપુર જિલ્લાની 1255 primary school માં મેગા ઈવેન્ટ અને કુલ ૩૫ થી વધુ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ–૨૦૨૪’’ ની ઉજવણીનો શુભારંભ થયો હતો.

Disaster વિભાગના D.H. Patel એ કાર્યક્રમને સંબોધન આપ્યું

પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઈવેન્ટ છોટાઉદેપુર તાલુકાની તાલુકા primary school માં યોજાઈ હતી. જેના શુભારંભ પ્રસંગે Disaster વિભાગના ડી.પી.ઓ ડી.એચ પટેલે શાળા સલામતી કાર્યક્રમ કેમ્પ અમલમાં મુકાયો અને તેની અગત્યતા શું છે ઈમરજન્સી સમયે કોના કોના ફોન નંબર પાસે હોવા જોઈએ અને સર્વ શિક્ષા અભિયાનમાં શુ કામગીરી હોય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

District project officer શાળા સલામતી પ્લાન કેવી રીતે બનાવવો અને તેની ઉપયોગિતા શું છે તેનું મહત્વ સમજાવી તમામ શાળાઓ પ્લાન બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધાઓ અને વિવિધ ચાર્ટ પોસ્ટર, નિદર્શન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેથી બાળકોમાં અને સમાજમાં આ બાબતે જાગૃતિ આવે અને લોકોનું જીવન વધુ સલામત અને સુરક્ષિત બની રહે.

કાર્યક્રમના સંચાલનમાં જિલ્લા અધિકારીઓનો ફાળો

આ સમગ્ર સપ્તાહ દરમિયાન થનાર કાર્યક્રમોનું સંચાલન નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહયોગથી Disaster મામલતદાર વી.જે શાહ, નાયબ મામલતદાર એસ.એસ. નાડીયા અને પ્રોજેક્ટ અધિકારી ડી.એચ.પટેલ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

અહેવાલ તૌફિક શૈખ

આ પણ વાંચો: Chhotaudepur student: છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ B.A. માં યુનિવર્સિટી સ્તરે પ્રથમ ક્રમ મેળવ્યો