Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અંબાજી શક્તિપીઠની એવી શાળા જેમાં મહિલા ટીચર દ્વારા જ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે

09:25 PM May 11, 2023 | Vipul Pandya

શક્તિપીઠમાં અંબાજી (Ambaji) ખાતે વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ (School) આવેલી છે. અંબાજી ખાતે એક પણ CBSC  શાળા આવેલી નથી એટલે અંબાજીના અંદાજે 1200 જેટલા બાળકો રોજના આબુરોડ ખાતે અભ્યાસ કરવા જાય છે. અંબાજી ખાતે અંગ્રેજી મીડીયમની ગુજરાતી બોર્ડ વાળી ખૂબ ઓછી શાળાઓ આવેલી છે,ત્યારે 2015માં અંબાજી ખાતે મહિલાઓ દ્વારા કિડ્સ ગાર્ડન સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. આ શાળામાં તમામ ટીચરો મહિલાઓ છે.આ શાળામાં હાલમાં 70 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને આ શાળામાં તમામ સ્ટાફ મહિલા હોવાથી બાળકોના અભ્યાસ અને ઘડતરમાં મોટો ફાળો આપવામાં આવે છે. કિડ્સ ગાર્ડન સ્કૂલમાં ચોથો એન્યુઅલ ફંકશન યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકો દ્વારા સુંદર પર્ફોમન્સ આપવામા આવ્યુ હતુ.

અંબાજી મૈત્રી અંબે સોસાયટીની સ્કૂલ મા અંબાજીની કેટલીક મહિલાઓ દ્વારા ભણતર બાળકોના પાયામાં આવે તે માટે પ્લે ગ્રુપ થી એચકેજી સુધી કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. અહીં અભ્યાસ કરતા બાળકો ખૂબ જ નાના હોઈ તેમની શાળા દ્વારા સારી દરકાર કરવામાં આવતી હોય છે. આ શાળામાં વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો ઉજવવામાં આવતા હોય છે .જેમાં શાળાના બાળકો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. આ શાળામાં 26 જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ બાળકોને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવે છે અને બાળકો સુંદર દેશભક્તિ ના ગીતો પર વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લેતા હોય છે.
અંબાજીની પ્રથમ એવી શાળા જેમાં તમામ સ્ટાફ મહિલા ટીચર
અંબાજી ખાતે મૈત્રી અંબે સોસાયટીમાં આવેલી કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ 2015માં અંબાજીની મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ મહિલા ટીચર દ્વારા મહેનત કરીને શાળા ના બાળકો ના ઘડતરમાં મોટો ફાળો આપવામાં આવે છે અને આ શાળા દ્વારા ચોથો એન્યુઅલ ફંકશન યોજવામાં આવ્યો હતો જેમાં 70 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને 400 કરતાં વધુ બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા અને શાળાનો સ્ટાફ પણ આ પ્રસંગે જોડાયો હતો. શાળાના સ્ટાફમાં રાખી શર્મા, હિમાંશી રાઠોડ, પૂજા ગોયલ (પ્રિન્સિપાલ), શ્વેતા પ્રજાપતિ, ધારા મહેતા, હેમા ભંભાણી, ચંદા જોશી, મીના અને ગાયત્રીના સહયોગ થી સફળતાપૂર્વક એન્યુઅલ ફંકશન યોજાયો હતો.

શાળાના 20 બાળકોને એવોર્ડ આપવામાં આવ્યો
અંબાજી ખાતે મહિલા ટીચર દ્વારા ચાલતી શાળામાં 70 જેટલા બાળકોએ એન્યુઅલ ફંકશનમાં ભાગ લીધો હતો જેમાં સુંદર પર્ફોમન્સ કરતા 20 જેટલા બાળકોને શાળા તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો. શાળાના નાના નાના બાળકોએ 12 થી વધુ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જેમાં સૌથી સારું અભિનય જલિયાવાલા બાગ ના કાર્યક્રમમાં જોવા મળ્યુ હતુ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.