+

SC Notice To Patanjali: આયુર્વેદિકની પ્રસિદ્ધ કંપની પતંજલિની જાહેરાતો પર SC એ લગાવી રોક

SC Notice To Patanjali: ભારત દેશમાં માલ-સામાન અને વસ્તુંઓને બજારમાં વેચાણ માટે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ અને જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ આ જાહેરાતોમાં માહિતી 100 ટકા…

SC Notice To Patanjali: ભારત દેશમાં માલ-સામાન અને વસ્તુંઓને બજારમાં વેચાણ માટે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રકારની યુક્તિઓ અને જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ આ જાહેરાતોમાં માહિતી 100 ટકા સચ્ચાઈ સાથે પ્રદર્શિત કરવામાં આવતી નથી. તેના કારણે સુપ્રીમ કોર્ટ (Supreme Court) દ્વારા ભારતની એક પ્રખ્યાત કંપનીને ફટકાર લગાવવામાં આવી છે.

  • કંપની અને માલિકને તિરસ્કારની સૂચના
  • કંપની અને માલિકને તિરસ્કારની સૂચના
  • કેન્દ્ર સરકારને આપવામાં આવેલી દેખરેખની સૂચનાઓ

ત્યારે ફરી એકવાર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ન્યાયને લઈને હુકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદ કંપનીને તેની નાગરિકોને ગેરમાર્ગે લઈ જતી જાહેરાતોને લઈને ઠપકો આપ્યો છે. કોર્ટે (Supreme Court) પતંજલિ (Patanjali) આયુર્વેદની તમામ આરોગ્ય સંબંધિત જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તે ઉપરાંત કંપની ભવિષ્યમાં પણ આવી જાહેરાતો કરી શકશે નહીં.

જોકે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પતંજલિ (Patanjali) કંપનીની જાહેરાતોને લઈને કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે (Supreme Court) પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે (Supreme Court) પતંજલિ (Patanjali) આયુર્વેદ અને આચાર્ય બાલકૃષ્ણનને ગેરમાર્ગે લઈ જતી જાહેરાતો પ્રકાશિત કરવા પણ ઠપકો આપીને નોટિસ પણ મોકલી છે.

SC Notice To Patanjali

SC Notice To Patanjali

કંપની અને માલિકને તિરસ્કારની સૂચના

કંપનીની જાહેરાતો ઘણા મીડિયા પ્લેટફોર્મ પર બતાવવામાં આવે છે. જેમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનું માનવું છે કે જાહેરાતો ખોટા પુરાવો સાથે જાહેર કરવામાં આવે છે. કોર્ટે (Supreme Court) કંપની અને તેના માલિક (Patanjali) બાલકૃષ્ણનને અવમાનના નોટિસનો જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.

કોર્ટ (Supreme Court) માં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ. અમાનુલ્લાહની બેન્ચે અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ પણ ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે (Supreme Court) કંપની (Patanjali) ને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. નવેમ્બર મહિનામાં જ કોર્ટે (Supreme Court) પતંજલિ (Patanjali) ને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપની (Patanjali) ની તમામ પ્રોડક્ટ્સ પર 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

કેન્દ્ર સરકારને આપવામાં આવેલી દેખરેખની સૂચનાઓ

અગાઉના આદેશોને ટાંકીને બેન્ચે કહ્યું કે, કોર્ટની તમામ ચેતવણીઓ આપવા છતાં, તમે કહો છો કે તમારી (Patanjali) દવાઓ કેમિકલ આધારિત દવાઓ કરતાં વધુ સારી છે? કોર્ટે આયુષ મંત્રાલયને સવાલો પણ પૂછ્યા કે જાહેરાતો અંગે કંપની સામે શું કાર્યવાહી કરવામાં આવી. જોકે સરકાર વતી એએસજીએ કહ્યું કે આ સંદર્ભમાં ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. કોર્ટે (Supreme Court) કેન્દ્ર સરકારના આ જવાબ પર નારાજગી વ્યક્ત કરી અને કંપનીની જાહેરાતો પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો.

આ પણ વાંચો: જાણો શું છે Gaganyaan Mission? ભારત માટે આ મહત્વલક્ષી મિશન ગણાશે

Whatsapp share
facebook twitter