Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાબા રામદેવને SC એ આપ્યો ઝટકો, જનતાની માંગવી પડશે માફી

03:06 PM Apr 16, 2024 | Hardik Shah

યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balakrishna) ને એકવાર ફરી સુપ્રીમ કોર્ટે (Supreme Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની માફી (apologize) ફગાવી દીધી છે. ત્યારબાદ બાબા રામદેવે જનતા સમક્ષ માફી માંગવાનો પ્રસ્તાવ મુક્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં આયોજિત સુનાવણી દરમિયાન બાબા રામદેવના વકીલો (Baba Ramdev’s lawyers) એ આ પ્રસ્તાવ મુક્યો હતો. આ પછી, કોર્ટે તેમને એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને હવે આગામી સુનાવણી 23 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે.

અમે માફી માગવા તૈયાર : બાબા રામદેવ

મંગળવારે સુનાવણી દરમિયાન બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમે જનતાની માફી માંગવા તૈયાર છીએ. આ એટલા માટે છે કારણ કે અમે અમારું દુ:ખ વ્યક્ત કરવા માંગીએ છીએ કે જે થયું તે ખોટું હતું. તેમણે કહ્યું કે અમે દાવો કર્યો હતો કે અમારી પાસે કોરોના સામે લડવા માટે વૈકલ્પિક દવા પણ છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠનો હિસ્સો રહેલા જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને હિન્દીમાં પૂછ્યું, ‘તમે જે પણ કર્યું છે, તે કોર્ટની વિરુદ્ધ કર્યું છે. શું તે યોગ્ય છે?’ આના જવાબમાં રામદેવે કહ્યું, ‘જજ સાહેબ, હું માત્ર એટલું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.’ તેના પર જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે અમે તમારા વલણ વિશે વાત કરી રહ્યા છીએ. આ દરમિયાન ન્યાયાધીશોએ બાબા રામદેવ વતી પ્રેસ કોન્ફરન્સ કરીને એલોપેથી પર પ્રશ્નો ઉઠાવવા પર પણ વાંધો ઉઠાવ્યો હતો. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું, ‘તમે વિચાર્યું હતું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરશો. આપણા દેશમાં દરેક વ્યક્તિ દરેક વસ્તુનો ઉપયોગ કરે છે. માત્ર આયુર્વેદની જ નહીં.

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની માફી ફગાવી

જણાવી દઈએ કે આજે બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવમાનના અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. છેલ્લી સુનાવણી 10 એપ્રિલે થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની માફી ફગાવી દીધી હતી. આજે આ માફી પર બંને પક્ષોએ પોત-પોતાની દલીલો રજૂ કરી હતી. અરજી પર છેલ્લી સુનાવણી જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાહની બેંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પતંજલિ વતી એડવોકેટ વિપિન સાંઘી અને મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પણ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકાર વતી ધ્રુવ મહેતા અને વંશજા શુક્લા હાજર રહ્યા હતા.

પતંજલિની ભ્રામક જાહેરાતનો મુદ્દો શું છે?

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા બાબા રામદેવ અને પતંજલિ પર ભ્રામક જાહેરાતો બતાવવા અને જારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2022ના રોજ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે 21 નવેમ્બર 2023ના રોજ પતંજલિને કોઈપણ ઉત્પાદનની ભ્રામક જાહેરાતો ન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આદેશો છતાં જાહેરાતો બતાવવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરી 2024ના રોજ પતંજલિને ફટકાર લગાવી. જેમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ અને બાબા રામદેવ ભ્રામક જાહેરાતો બતાવીને લોકો સાથે રમત રમી રહ્યા છે. એવું કેવી રીતે કહી શકાય કે પતંજલિની દવાઓ રોગોને 100 ટકા મટાડી શકે છે? શું આ માટે કોઈ નક્કર પુરાવા છે? સુપ્રીમ કોર્ટે 19 માર્ચ અને 2 એપ્રિલે પણ આ કેસની સુનાવણી કરી હતી.

આ પણ વાંચો – PATANJALI CASE માં સુપ્રીમ કોર્ટનું કડક વલણ, ‘અમારા આદેશની અવગણના કરી, પરિણામ ભોગવવું પડશે…’

આ પણ વાંચો – SUPREME COURT : ભ્રામક જાહેરાતો પર SC દ્વારા બાબા રામદેવને ફટકાર, કહ્યું- તમે આદેશનું ઉલ્લંઘન કર્યું છે…