Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બોટાદ સુધી વિસ્તર્યો સાવજનો વસવાટ , ગઢવા તાલુકાના માંડવા ગામે યુવક પર સિંહનો હુમલો

06:24 PM Jul 10, 2023 | Vishal Dave

અહેવાલઃ ગજેન્દ્ર ખાચર, બોટાદ 

સિંહનો વસવાટ એટલે ગીર ગણવામાં આવે છે પરંતુ હવે ધીમે ધીમે ગીર છોડી અને સિંહ અન્ય વિસ્તાર એટલે કે અલગ અલગ જિલ્લાઓની અંદર વસવાટ કરવા લાગ્યા છે અને નવું રહેઠાણ સિંહ પસંદ કરવા લાગ્યા છે મોટી સંખ્યામાં સિંહની સંખ્યામાં વધારો થતા હવે સિંહે પણ પોતાના રહેઠાણનો વ્યાસ વધાર્યો છે.

બોટાદ જિલ્લાની અંદર લાંબા સમયથી એક સિંહ પરિવાર વસવાટ કરી રહ્યો છે પરંતુ છેલ્લા બે દિવસથી સિંહના વિડીયો વાયરલ થયો હતો તો આજે સિંહ દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અજીતભાઈ સોલંકી ઉંમર વર્ષ 31 નામના વ્યક્તિ માંડવા ગામે રહે છે અને જેવો કામકાજ અર્થે વાડી વિસ્તારની અંદર જતા હતા જે દરમિયાન સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી યુવકને ગંભીર ઈજા પહોંચી હતી યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અને વધુ તપાસ કાર્યવાહી શરૂ કરાઈ હતી.

ગઢડા તાલુકાના માંડવા ગામે સિંહ દ્વારા યુવક ઉપર હુમલો કર્યો હતો તો સાથે જ એક પશુનું પણ ધારણ કરવામાં આવ્યું હતું બનાવની જાણ ઉચ્ચ કક્ષાએ વન વિભાગને કરવામાં આવી હતી વન વિભાગના જિલ્લા અધિકારી તેમજ વન વિભાગના ટ્રેકર અને તાલુકાના વન વિભાગના અધિકારી માંડવા ખાતે આવી પહોંચ્યા હતા અને તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ હતી.

વન વિભાગના જિલ્લા અધિકારી આયુષ વર્માએ માંડવા ગામની મુલાકાત લીધી હતી. માંડવા ગામે યુવક ઉપર હુમલો કરાતા ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું બાદમાં લોકોને પેનિક ન થવા પણ અપીલ વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી સાથે જ વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પુરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

ગઢડા તાલુકાના માંડવા ગામે સિંહ દ્વારા હુમલો કરવામાં આવતા ગ્રામીણ વિસ્તારની અંદર ફફડાટ ફેલાયો છે ગ્રામીણજનો ભયભીત થયા છે વાડી વિસ્તારમાં જતા વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે