+

સૌરાષ્ટ્રની સિંગર ગીતા ઝાલા ગાશે રાષ્ટ્રગાન, મિકાસિંહ સાથે કરી ચૂક્યા છે પરફોર્મ

ઇગ્લેન્ડમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના મહિલા સિંગર ગીતા ઝાલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાત જૂનના…

ઇગ્લેન્ડમાં રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના મહિલા સિંગર ગીતા ઝાલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગાન ગાશે. નોંધનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સાત જૂનના રોજ  ઓવલ ખાતે શરૂ થશે.

 

 

View this post on Instagram

 

A post shared by Geetaba Jhala (@missgeetajhala)

તે ઓ પોતાની અસાધારણ પ્રતિભા માટે જાણીતા છે. તેમણે બોલિવૂડના જાણીતા સિંગર મિકા સિંહ સાથે પરફોર્મ કર્યું છે. તેઓ ઇગ્લેન્ડમાં આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા સિંગર બનશે. સંગીત નિર્દેશક રાહુલ મુંજરીયાએ રાષ્ટ્રગાન માટે સંગીત તૈયાર કર્યું હતું.

ગીતા ઝાલાએ જે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે

ગીતા ઝાલાને વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘વેલકમ બેક’માં ટાઇટલ સોંગને લઇને લોકપ્રિયતા મળી હતી. તેમણે ગુજરાતી, પંજાબી અને બોલિવૂડમાં અનેક ગીત ગાયા છે. ગીતા ઝાલાએ જે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે તેમાં ‘Moorni Refix,’ ‘Ranjhana,’ ‘Aaja Maahi,’ ‘Oh Miss,’ and ‘Thodi Vaar નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે કિર્તીદાન ગઢવી સાથે ‘પટોડુ’ ગીતમાં કામ કર્યું છે.

આ પણ  વાંચો-તો ગુજરાત ટાઈટન્સ એક પણ બોલ રમ્યા વગર બની જશે ચેમ્પિયન

Whatsapp share
facebook twitter