Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SARASVATI RIVER : ધોળાવીરામાં લુપ્ત નદી વહેતી થશે તેવું સંશોધનમા આવ્યુ સામે

04:45 PM Dec 31, 2023 | Harsh Bhatt
અહેવાલ – કૌશિક છાંયા
લુપ્ત થયેલી SARASVATI નદીને પુન:જીવિત કરવા માટે હરિયાણા સરસ્વતી હેરિટેજ વિકાસ બોર્ડ કાર્યરત છે,આજે હરિયાણાથી રાજસ્થાનની બોર્ડર સુધી SARASVATI ના પાણી વહેતા થયા છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ જાહેર કરેલા ધોળાવીરા નગર પણ SARASVATI ના કિનારે વસ્યું હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે, જેથી ભવિષ્યમાં અહીં પણ લુપ્ત નદીના ખળ ખળ વહેતા નીર જોવા મળશે.
ગંગા,યમુના અને સરસ્વતી નદી ભારતમાં પૂજનીય છે.ગંગા અને યમુના તો વહે છે પણ SARASVATI નદી લુપ્ત થઈ છે ત્યારે નદીના અસ્તિત્વ વિશે હરિયાણામાં ખાસ SARASVATI હેરિટેજ વિકાસ બોર્ડ અમલમાં છે, અને તેના ચેરમેન મુખ્યમંત્રી મનોહરલાલ છે. ગુજરાત અને રાજસ્થાનમાં લુપ્ત નદીને ઇસરોએ બનાવેલા ચેનલના આધારે ટ્રેક કરવામાં આવી છે. બોર્ડના ઉપાધ્યક્ષ ધૂમ્મનસિંહ કિરમતે  જણાવ્યું કે,વૈદિક કાળમાં જે નદી વહેતી આવી છે, તે કચ્છના રણમાં લુપ્ત થઈ હતી.5 હજાર વર્ષ જૂની ધોળાવીરા હેરિટેજ સાઈટ SARASVATI નદીના તટ પર વસેલી હોવાના પુરાવા સંશોધન દરમ્યાન મળે છે. 5 હજાર વર્ષ જુના નગર ધોળાવીરામાં આજે પણ પાણી સંગ્રહસ્થાનો અને પાણીનો રસ્તો જોવા મળે છે.
દેશમાં ચાર હડપ્પીય સાઈટ હરિયાણામાં રાખીગઢ અને કુણાલ,રાજસ્થાનમાં કાલીગુંદા બાદ ધોળાવીરા નગર SARASVATI ના કિનારે વસ્યું છે.ધોળાવીરામાં પાણીના રિચાર્જ બોર મળ્યા છે ટીમ દ્વારા પાટણ જિલ્લામાં સિદ્ધપુર,રાણીની વાવ,લોથલ નગરમાં પણ સંશોધન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન બોર્ડર સુધી SARASVATI ના પાણી આવી ગયા છે હવે કચ્છ સુધી નદી પુન:જીવિત કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો.
હરિયાણાના આદિ બદ્રીથી લઈને સિરસાના ઓટુ હેડ સુધી સરસ્વતી નદીના વહેણ મળી આવ્યા છે જો નદીના અસ્તિત્વ પરથી પડદો ઊંચકાય તો હડપ્પા અને વૈદિક સંસ્કૃત્તિની સીમા વિશે માહિતી મળી શકે. ઋગ્વેદ મુજબ, સરસ્વતી નદી પહાડોમાંથી નીકળતી અને સાગરમાં જઈને મળતી.સરસ્વતી નદીના બદલે દેવીસ્વરૂપ છે. અન્ય કેટલાક નિષ્ણાતોના મતે સરસ્વતી નદી વાસ્તવમાં હાલની સિંધુ હોઈ શકે.જે હિમાલયના લદાખમાં વહે છે.