Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

WFI Elections 2023: રાષ્ટ્રીય રેસલિંગ એસોસિયેશનના નવા અધ્યક્ષ તરીકે સંજ્ય સિંહ થયા નિયુક્ત

03:32 PM Dec 21, 2023 | Aviraj Bagda

રેસલિંગ એસોસિએશનના પદ પર નવા અધ્યક્ષ થયા નિયુક્ત

દેશમાં રેસલિંગ એસોસિએશનના પદ પર નવા અધ્યક્ષ નિયુક્ત થશે. કારણ કે અધ્યક્ષ પદ પરની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. તેથી રેસલિંગ એસોસિએશનના નવા અધ્યક્ષ પદ પર સંજ્ય સિંહને નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજ્ય સિંહેને પૂર્વ અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના નેતા ગણવામાં આવે છે. સંજ્ય સિંહએ તેના હરિફ અનિતા શિયોરાનને માત આપી છે.

સંજય સિંહ હાલમાં વારાણસી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ 

જો કે સંજય સિંહને કુશ્તીનો ખૂબ જ શોખ છે અને હાલમાં તે વારાણસી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ છે. તે ઉપરાંત તે રેસલિંગ એસોસિએશનના રાષ્ટ્રીય સંયુક્ત સચિવની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે. આ સમયગાળા દરમિયાન તેઓ ઘણી વખત સંઘની કાર્યકારી સમિતિમાં પણ સામેલ થયા હતા. આ સિવાય તે ભારતીય કુસ્તી સંઘનું નેતૃત્વ કરવા માટે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યાં છે. એવું કહેવાય છે કે સંજય સિંહએ પૂર્વાંચલની મહિલા કુસ્તીબાજોને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સંજ્ય સિંહનો રેસલિંગ ફિલ્ડમાં ઈતિહાસ

સંજય સિંહ મૂળ પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે વારાણસીમાં રહે છે. સંજય સિંહ દોઢ દાયકા કરતા પણ વધુ સમયથી રેસલિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે. તેઓ 2008 થી વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા પ્રમુખ છે. સંજય સિંહ બબલુને 2009માં રાજ્ય કુસ્તી સંઘના ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો