Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ayodhya: રામ મંદિરનું ગર્ભગૃહ લગભગ તૈયાર, સુંદર અને અદ્ભુત તસવીરો આવી સામે

04:40 PM Dec 09, 2023 | Vipul Sen

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મંદિરના ગર્ભગૃહની નવી તસવીરો સામે આવી છે. રામ મંદિરના પહેલા માળનું કામ પૂર્ણ થવાની આરે છે. જ્યારે ગર્ભગૃહ પણ લગભગ તૈયાર છે. તસવીરોમાં ગર્ભગૃહ ખૂબ જ સુંદર અને અદભુત દેખાઈ રહ્યું છે.

શનિવારે મંદિરના ગર્ભગૃહની તસવીર સામે આવી છે, જેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ તસવીરો શેર કરતા તેમણે લખ્યું કે, ‘પ્રભુ શ્રી રામલલ્લાનું ગર્ભગૃહ લગભગ તૈયાર છે. ત્યારે હવે જલદી લાઇટિંગ-ફિટિંગનું કાર્ય પણ પૂર્ણ થઈ જશે. આ સાથે અમુક તસવીરો શેર કરી રહ્યો છું.’ જણાવી દઈએ કે, ભગવાન શ્રી રામના મંદિરનું ગર્ભગૃહ તસવીરોમાં ખૂબ જ સુંદર અને અદભુત દેખાઈ રહ્યું છે.

 

22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રથમ માળનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે. આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત 15 જાન્યુઆરી, 2024થી થશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપશે. રામલલ્લાની નવનિર્મિત પ્રતિમાનું નગર ભ્રમણ, મંડપ પ્રવેશ પૂજન, વાસ્તુ પૂજન, વરૂણ પૂજન, વિધ્નહર્તા ગણેશ પૂજન સાથે જળાભિષેક કરવામાં આવશે. સાથે જ 81 કળશમાં અલગ અલગ નદીઓના જળથી મંદિરમાં અભિષેક કરાશે. રામ લલ્લાની મૂર્તિના અન્નભિષેક સાથે વાસ્તુ શાંતિ વિધિ કરવામાં આવશે. 125 કળશથી રામ ભગવાનને દિવ્યસ્નાન કરાવવામાં આવશે. 22 જાન્યુઆરીએ મધ્યકાલીન સમયગાળામાં, મૃગાશિરા નક્ષત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાની મહાપૂજા થશે.

 

આ પણ વાંચો – મધ્યપ્રદેશ બાદ હવે છત્તીસગઢમાં ધારાસભ્યોની બેઠકને લઈ આવ્યા સમાચાર, આ દિવસે થશે મુખ્યમંત્રીના નામ પર ચર્ચા