Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકામાં હવે સમલૈંગિક લગ્ન કાયદેસર, બિલની તરફેણમાં 61 તો વિરોધમાં 36 મત પડ્યા

05:47 AM Apr 18, 2023 | Vipul Pandya

અમેરિકામાં હવે સમલૈંગિક લગ્નને કાનુની માન્યતા મળી ગઈ છે. અમેરિકી સંસદે સેમ સેક્સ મેરેજ બિલ પાસ કર્યું છે. આ બિલ પાસ થતા જ LGBTQ સમુદાયમાં ખુશીનો માહોલ છે.યુએસ સેનેટ દ્વારા બિલ પસાર થતાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ખુશી વ્યક્ત કરી હતી.
જો બાઇડેને કહ્યું પ્રેમ તો પ્રેમ છે 
બિલ પાસ થવા પર અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે પ્રેમ એ પ્રેમ છે અને અમેરિકનોને તેઓ જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરવાનો અધિકાર હોવો જોઈએ. બિડેને કહ્યું કે સમલૈંગિક લગ્નને સન્માન આપીને યુએસ સેનેટે સાબિત કર્યું છે કે અમેરિકા મૂળભૂત સત્યની ક્યારેય અવગણના કરતું નથી. રાષ્ટ્રપતિ બિડેને પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ બિલના સમર્થનમાં 61 વોટ પડ્યા જ્યારે 36 લોકોએ બિલનો વિરોધ કર્યો. હવે રાષ્ટ્રપતિ આ બિલ પર હસ્તાક્ષર કરશે કે તરત જ તે કાયદામાં ફેરવાઈ જશે. સેનેટમાં શાસક પક્ષના નેતા ચક શૂમરે બિલ પસાર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે LGBTQ અમેરિકનો માટે વધુ ન્યાયની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
2015માં યુએસ સુપ્રીમ કોર્ટે ગે સોસાયટીને માન્યતા આપી હતી.
મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં દાયકાઓથી સમલૈંગિકતા એક મોટો મુદ્દો બની રહ્યો છે. 2015માં યુએસ સુપ્રીમ કોર્ટે ગે સોસાયટીને માન્યતા આપી હતી.અને જૂનમાં, યુએસ સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને કાયદેસર બનાવવાના પોતાના 5 દાયકા જૂના નિર્ણયને ઉથલાવી દીધો.આ ઘટનાથી LGBTQ સમુદાય ડરી ગયો હતો. તેમને ડર હતો કે સમલૈંગિક લગ્ન પણ જોખમમાં આવી શકે છે.
થોડા સમય અગાઉ અમેરિકાના કોલોરાડોમાં એક LGBTQ ક્લબમાં અજાણ્યા બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં 5 લોકોના મોત થયા હતા,જ્યારે 18 લોકો ઘાયલ થયા  હતા. રાષ્ટ્રપતિ બિડેને આ ઘટનાની સખત નિંદા કરી હતી. બિડેને કહ્યું હતું કે અમેરિકા નફરતને સહન નહીં કરે. તેમણે કહ્યું હતું કે આપણે LGBTQ લોકો સામે હિંસામાં ફાળો આપતી અસમાનતાઓને દુર કરવી જોઇએ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.