Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને વિધાન પરિષદનાં વિરોધ પક્ષના નેતા અહેમદ હસનનું નિધન

08:54 AM May 06, 2023 | Vipul Pandya

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વિધાન પરિષદનાં વિરોધ પક્ષના નેતા અહેમદ હસનનું આજે શનિવારે  ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (લોહિયા હૉસ્પિટલ) ખાતે નિધન થયું છે.  યુપી વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મંત્રી અહેમદ હસનની સારવાર લોહિયા હૉસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં ચાલી રહી હતી. તેને પાંચ દિવસ પહેલા લોહિયા ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી હતી અને શુક્રવારે ડૉક્ટરોએ તેમની ગંભીર સ્થિતિ વિશે જાણકારી પણ આપી હતી.
અહેમદ હસન સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મુલાયમ સિંહ યાદવના નજીકના હતા. તેઓ વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા હતા. તેમનું આજે 88 વર્ષની વયે ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ સપા સરકારમાં આરોગ્ય અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે.અહેમદ હસન હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે મુખ્યમંત્રી આદિત્યનાથ તેમની ખબર અંતર પૂછવા પણ પહોંચ્યા હતા.
કોણ હતા અહેમદ હસન ? 
ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં જન્મેલા અહેમદ હસનના પિતા એક વેપારી અને પ્રખ્યાત ધાર્મિક વિદ્વાન હતા. અહેમદ હસને અલ્હાબાદ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને ભારતીય પોલીસ સેવાના અધિકારી બન્યા. તેમણે  1960માં પહેલીવાર લખનૌના ડીએસપીનો ચાર્જ મળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન તેમને ઘણા સન્માન પણ મળ્યા.વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અહેમદ હસન અંસારી 5 વખત MLC રહી ચૂક્યા છે. તેઓ સપા સરકારમાં આરોગ્ય અને શિક્ષણ મંત્રી પદ પણ સંભાળી ચુક્યા છે. 
સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અહેમદ હસનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દિવંગત આત્માની શાંતિની કામના કરતી વખતે, મુખ્યમંત્રી યોગીએ શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.