Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સલમાન ખાન હોટલ બિઝનેસમાં કરવા જઇ રહ્યો છે એન્ટ્રી, જાણો શું છે પ્લાન

11:21 AM May 22, 2023 | Hardik Shah

હાલમાં જ સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેણે રંગબેરંગી પાટો પહેર્યો હતો. તેણે ફોટો વિશે લખ્યું, ટાઇગર ઘાયલ છે. આ ફોટો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં જોવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્કઆઉટ કરતી વખતે સલમાન ખાન ઘાયલ થયો હતો. આ ઈજાને લઈને તેની ચર્ચા હજુ અટકી નહોતી કે હવે સલમાન ખાન વધુ એક નવા વિષયને કારણે ચર્ચામાં આવી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન હોટલ બિઝનેસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

હોટેલ કાર્ટર રોડ પર દરિયાની સામે બનાવવામાં આવશે

મળી રહેલા અહેવાલો અનુસાર, સલમાન ખાન અને પરિવાર મુંબઈના બાંદ્રામાં 69.9 મીટર ઉંચી 19 માળની હોટેલ બનાવવા જઈ રહ્યા છે. આ હોટેલ કાર્ટર રોડ પર દરિયાની સામે બનાવવામાં આવશે. BMCએ કથિત રીતે બિલ્ડિંગના પ્લાનને મંજૂરી આપી હતી. શરૂઆતમાં તેને હાઉસિંગ સોસાયટી બનાવવાની યોજના હતી, પરંતુ હવે અહીં હોટલ બનાવવામાં આવશે. બિલ્ડિંગમાં કાફે, રેસ્ટોરન્ટ, બેઝમેન્ટ, જીમ, સ્વિમિંગ પૂલ, સર્વિસ ફ્લોર, કન્વેન્શન સેન્ટર જેવી સુવિધાઓ હશે. એક રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને બાંદ્રાના કાર્ટર રોડ પર એક પ્રોપર્ટી ખરીદી હતી જ્યા પહેલા તે ઘર બનાવવા માંગતો હતો પરંતુ હવે સલમાન ખાને પ્લાન બદલી નાખ્યો છે. ભાઈજાન હવે ત્યાં 19 માળની હોટલ બનાવવા જઈ રહ્યા છે.

સલમાનના પરિવારે મુંબઈમાં અન્ય ઘણા પ્લોટમાં પણ રોકાણ કર્યું

ખાસ વાત એ છે કે આ હોટલમાંથી સમુદ્રનો નજારો જોવા મળશે. સલમાન ખાન અને પરિવાર દ્વારા આર્કિટેક્ટને જે આપવામાં આવ્યું છે તે મુજબ આ બિલ્ડિંગ 69.90 મીટર ઉંચી હશે. બિલ્ડિંગના પ્લાનમાં હોટલ માટે સાતમાંથી 19મા માળ સુધીની જગ્યા રાખવામાં આવી છે. BMC અનુસાર, આ પ્લોટ પર હોટલ બનાવવાનો પ્રસ્તાવ સલમાન ખાનના પરિવાર દ્વારા લગભગ એક વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યો હતો, જેને હવે મંજૂર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પ્લોટ સલમાન ખાનની માતા સલમા ખાનના નામ પર છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન અને તેના પરિવારે મુંબઈમાં અન્ય ઘણા પ્લોટમાં પણ રોકાણ કર્યું છે.

આવી સુવિધાઓ બિલ્ડીંગમાં હશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન અને તેના પરિવારની આ 19 માળની હોટલની ઊંચાઈ 69.9 મીટર થવાની છે. BMC સમક્ષ મૂકવામાં આવેલા પ્રસ્તાવ મુજબ, 3 લેવલ સુધી બેઝમેન્ટ પાર્કિંગ હશે. બિલ્ડિંગમાં પહેલા અને બીજા માળે કાફે અને રેસ્ટોરન્ટ હશે. ત્રીજા માળે જિમ અને સ્વિમિંગ પૂલ હશે. ચોથા માળને સર્વિસ ફ્લોર તરીકે બનાવવામાં આવશે. બિલ્ડિંગના પાંચમાં અને છઠ્ઠા માળનો કન્વેન્શન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવશે. બિલ્ડિંગના પ્લાનમાં હોટલ માટે સાતમાથી 19માં માળ સુધીની જગ્યા રાખવામાં આવી છે.

આ પણ વાંચો – ટાઈગર અભી જખ્મી હૈ…, સલમાન ખાને ટ્વીટ કરી આપી જાણકારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ