+

Salman Khan in Jamnagar : ચૂંટણી માહોલ વચ્ચે ફરીવાર સલમાન ખાન જામનગરમાં, આ જાણીતી હસ્તીની પણ એન્ટ્રી, જુઓ Video

જામનગરમાં (Jamnagar) લોકસભાની ચૂંટણીને (LokSabha Election) લઈ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ દબંગ સલમાન ખાન ફરી એકવાર જામનગરનો મહેમાન (Salman Khan in Jamnagar)…

જામનગરમાં (Jamnagar) લોકસભાની ચૂંટણીને (LokSabha Election) લઈ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ દબંગ સલમાન ખાન ફરી એકવાર જામનગરનો મહેમાન (Salman Khan in Jamnagar) બન્યો છે. બોલિવૂડ ભાઈજાન જામનગર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સલમાન ખાન સિવાય સોશિયલ મીડિયા સ્ટાર ઓરી (Orry) પણ જામનગર એરપોર્ટની બહાર નજરે પડ્યો હતો. જો કે, બંને કયાં કારણસર જામનગર આવ્યા તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, અહેવાલ છે કે બંને ફરી એકવાર રિલાયન્સનાં મહેમાન બન્યા છે.

ગુજરાત સહિત દેશભરમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જામનગર (Jamnagar) પણ ચૂંટણીના રંગે રંગાયું છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ ભાઈજાન સલમાન ખાન જામનગર (Salman Khan in Jamnagar) પહોંચ્યો છે. સોમવારે મોડી રાતે સલમાન ખાન જામનગર પહોંચ્યો હતો. જામનગર એરપોર્ટમાંથી (Jamanagar Airport) બહાર નીકળતા સલમાન ખાન મીડિયાના કેમેરામાં કેદ થયો હતો. સલમાન ખાન પછી સોશિયલ મીડિયા સ્ટાર ઓરી (Orry) પણ જામનગર એરપોર્ટની બહાર જોવા મળ્યો હતો. ઓરીએ ફેન્સ સાથે ફોટો પણ પડાવ્યો હતો.

જામનગરમાં યોજાયું હતું અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ઈવેન્ટ

જો કે, સલમાન ખાન (Salman Khan) અને ઓરી જામનગર કેમ આવ્યા તે હાલ જાણી શકાયું નથી પરંતુ, એવા અહેવાલ છે કે બંને ફરી એકવાર રિલાયન્સનાં (Reliance) મહેમાન બન્યા છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાનાં અંતે જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries) માલિક મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને તેની મંગેતર રાધિકા મર્ચેન્ટ (Radhika Merchant) ના લગ્ન પૂર્વે પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ, બિઝનેસ, સ્પોર્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.

 

આ પણ વાંચો – Pushpa 2 Teaser : Allu Arjun ના જન્મદિવસ પર પુષ્પા 2 નું ટીઝર થયું રીલીઝ

આ પણ વાંચો – BIG BOSS થી સલમાન ખાન બન્યા માલામાલ, અત્યાર સુધી ફી માં થયો છે 185 ટકાનો ધરખમ વધારો

આ પણ વાંચો – Anant-Radhika Pre Wedding : શાહરૂખ, સલમાન અને આમિર ખાને કર્યો જબરદસ્ત ડાન્સ, Video Viral…

Whatsapp share
facebook twitter