Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Salman Khan House Firing : ફાયરિંગ કેસમાં હવે ગુજરાતથી મોટી અપડેટ આવી સામે, વાંચો અહેવાલ

07:55 AM Apr 16, 2024 | Harsh Bhatt
  • સલમાન ખાનના ઘર પર ફાયરિંગનો કેસ
  • બે આરોપીની ગુજરાતના ભૂજથી ધરપકડ
  • મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભૂજથી 2 લોકોને ઝડપ્યા
  • આરોપી વિક્કી ગુપ્તા, સાગર પાલ પકડાયો
  • બંને બિહારના ચંપારણના હોવાનો ખુલાસો
  • ગૈલેક્સી એપાર્ટમેન્ટ બહાર કર્યુ હતું ફાયરિંગ
  • CCTV ફૂટેજના આધારે પોલીસની કાર્યવાહી

Salman Khan House Firing : બોલીવુડના મશહૂર અભિનેતા સલમાન ખાનના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનના ( Salman Khan ) પરિવારજનો અને તેમના ફેન્સ ઘણા ચિંતાતુર બન્યા હતા. મુંબઈ પોલીસે આ ઘટના બાદ તરત જ ફાયરિંગ કરનાર અજ્ઞાત યુવકોની શોધખોળ હાથ ધરી હતી, હવે આ ઘટનાને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે, ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

મુંબઈ ક્રાઈમ બ્રાંચે ભૂજથી 2 લોકોને ઝડપ્યા

ફિલ્મ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતાં. આરોપી વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે ઉપર મુજબ એકજ ગામના છે. આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઇજી મહેન્દ્ર બગડીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘર પર મુંબઇમા ફાયરીંગ કરી બે શખ્સો ભાગી આવી પશ્ચિમ કચ્છમાં માતાના મઢ બાજુ છે. એવી માહિતી મળતા પશ્ર્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા અન્ય પોલીસ ટુકડી સાબદા થઈ બને આરોપીને ઝડપી મુંબઈ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી છે.

વહેલી સવારે અંદાજે 4.50 કલાકે ફાયરિંગની ઘટના બની હતી

 

મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બોલિવૂડના દબંગ ખાન અને ભાઈજાન તરીકે જાણીતા અભિનેતા સલમાન ખાનનું ઘર આવેલું છે. સામાન્ય રીતે અવારનવાર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ, 14 એપ્રિલના વહેલી સવારે અંદાજે 4.50 કલાકે ફાયરિંગની ઘટના બની હતી.

સલમાન ખાનને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી

આ ઘટના બાદ પોલીસે સલમાન ખાનની સુરક્ષા ટીમમાં વધુ જવાનોને જોડ્યા છે. અભિનેતાને ઘરની બહાર નીકળતા પહેલા મુંબઈ પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી કોઈ મહત્વપૂર્ણ વાત ન આવે ત્યાં સુધી તેને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક, શું આજે બનશે આંદોલનની અંતિમ રાત?