Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SABARKANTHA : આનંદપુરા વસાહતથી ભૂવેલને જોડતા રોડ માટે ગ્રામજનો ૩પ વર્ષથી જોઈ રહ્યા છે રાહ

07:48 PM Apr 08, 2024 | Harsh Bhatt

SABARKANTHA : લોકસભાની ચૂંટણીને લઈને સાબરકાંઠા ( SABARKANTHA ) જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક લોકો રોડ-રસ્તા અને પાણીની સમસ્યા હલ કરવા માટે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્વારા યોગ્ય કાર્યવાહી કરાતી નથી ત્યારે તાજેતરમાં ઈડર તાલુકાના આનંદપુરથી ભૂવેલ ગામને જોડતા પાકા રોડની માંગણી નહીં સંતોષાય તો ગ્રામજનોએ આગામી લોકસભાની ચૂંટણીમાં રોડ નહીં તો વોટ નહીની માંગ કરી છે.

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૩પ વર્ષ અગાઉ SABARKANTHA જિલ્લાના ઈડર તાલુકાના આનંદપુર વસાહતમાં રહેતા લોકોને રોજબરોજ અવરજવર કરવા માટે ભૂવેલ જતાં રોડનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી રોડ ખખડધજ બની ગયો હોવાને કારણે અવરજવર કરવા માટે દિવસે પણ રાહદારીઓ અને વાહનચાલકોને તારા દેખાય છે. ગ્રામજનોના કહેવા મુજબ રોડ બનાવવા માટે અનેક રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર સાંભળતું નથી.

તેમ છતાં ગ્રામજનોએ સ્વખર્ચે રોડનું રીપેરીંગ કર્યું હોવાનો દાવો કરાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે નેતાઓ અને કાર્યકરોના ધાડા આનંદપુર વસાહતમાં ઉતરી પડે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ દેખાતું નથી અને રજૂઆત પણ સાંભળતું નથી. જેથી આ વખતે ચૂંટણી અગાઉ રોડનું કામ શરૂ નહી થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

આનંદપુરા ગામમાં ખુલ્લેઆમ દેશીદારૂના અડ્ડા સતત ધમધમતા હોવાના કારણે રોજબરોજ અનેક લોકો દારૂ પીવા માટે અહીં આવે છે અને પ્લાસ્ટિકની ખાલી થેલીઓ રોડની સાઈડમાં ફેંકીને જતાં રહ્યા છે. જેના લીધે સ્થાનિક પોલીસ પણ શંકાની સોય તકાઈ રહી છે ત્યારે પોલીસતંત્રએ પણ લાલ આંખ કરવાનો સમય પાકી ગયો છે.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : PANCHMAHAL : BJP પ્રદેશ પ્રમુખ C R PATIL ની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયો